તાજેતરમાં રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્રારા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં વર્ગ–૧થી વર્ગ–૩ના સ્ટાફની કુલ છ નવી જગ્યાઓ ઉપસ્થિત કરાઇ છે, આ જ રીતે સુરતમાં ૧૪ અને વડોદરામાં છ જગ્યા ઉપસ્થિત કરાઇ છે.
જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ શહેરની નવી કચેરી માટે વર્ગ–૧ થી વર્ગ–૩ સંવર્ગની જગ્યાઓ ઉભી કરવા બાબત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગાંધીનગર દ્રારા તાજેતરમાં કરાયેલા હત્પકમમાં જણાવ્યું છે કે રાષ્ટ્ર્રીય અન્ન સલામતિ કાયદો–૨૦૧૩, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–૧૯૫૫ તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા સંબંધિત યોજનાઓના સૂચા અમલીકરણ તેમજ તે સંબંધિત સેવાઓને લાભ રાજકોટ શહેરના નાગરિકો વધુ સારી રીતે મળી શકે તે હેતુથી રાજકોટ શહેર ખાતે જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ શહેરની નવી કચેરી માટે વર્ગ–૧ થી વર્ગ–૩ સંવર્ગની નવી જગ્યાઓનું મહેકમ મંજુર કરવા આવર્તક ખર્ચ .૦.૪૨ કરોડની નવી બાબતને વર્ષ ૨૦૨૫–૨૬ના અંદાજપત્રમાં જોગવાઇ થયેલ છે. આ નવી બાબતને વહીવટી મંજૂરી આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. દરમિયાન આ અંગે થયેલા ઠરાવ મુજબજિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ શહેરની નવી કચેરી માટે (૧) સંયુકત નિયામક, (૨) નાયબ નિયામકજિલ્લા પુરવઠા અધિકારી (૩) સપ્લાય ઇન્સ્પેકટર અને (૪) જુનિયર કલાર્કની નવી જગ્યાઓને વહીવટી મંજુરી અપાઇ છે.
નવી કચેરી માટે મંજૂર જગ્યા
સંયુક્ત નિયામક- ૧૧
નાયબ નિયામક જિ.પુરવઠા અધિકારી- ૧૧
સપ્લાય ઇન્સ્પેકટર- ૩૨
જુનિયર ક્લાર્ક- ૩૨
નવી જગ્યાઓની કુલ સંખ્યા–૬
નવી જગ્યાઓનો કુલ ખર્ચ- ૦.૪૨ કરોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech