રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું રાજકોટ માર્કેટ યાર્ડ શનિ-રવિની બે દિવસની રજાઓ બાદ આજે ખુલતા સાથે જ ઘઉં સહિતની જણસીઓના ૧૫૦૦થી વધુ વાહનની આવકથી છલકાઇ ઉઠ્યું હતું. સૌથી વધુ આવક ઘઉંની નોંધાઇ હતી જેમાં ઘઉં લોકવનમાં ૧૧,૦૦,૦૦૦ કિલોની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૪૮૦થી ૫૨૦ સુધી રહ્યો હતો, જ્યારે ઘઉં ટુકડામાં ૪૪,૦૦,૦૦૦ કિલોની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૪૭૩થી ૫૪૮ સુધી રહ્યો હતો. ઘઉંની આવક વધતા ભાવ ઘટીને સીઝનમાં પહેલી વખત રૂ.૫૫૦થી નીચે સુધી પહોંચ્યા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, આજે ઘઉંની આવક ૨,૭૫,૦૦૦ મણ,જીરુંની આવક ૨૫, ૦૦૦ મણ, તુવેરની આવક ૧૦૦૦૦ મણ, કપાસની આવક ૧૦,૦૦૦ મણ, એરંડાની આવક ૧૨, ૦૦૦ મણ, કલોંજીની આવક ૪,૭૫૦ મણ,સુકા મારચાની આવક ૩,૨૦૦ મણ, વટાણાની આવક ૬,૫૦૦ મણ, રાજમાની આવક ૫,૦૦૦ મણ,રાય અને રાયડાની આવક ૭,૨૫૦ મણ, મગફળીની આવક ૩૩,૦૦૦ મણ, વરિયાળીની આવક ૨,૭૫૦ મણ થઇ હતી. ઉપરોક્ત મુજબની તમામ જણસીઓ ભરેલા કુલ ૧૫૦૦ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી. આ વેળાએ રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટર્સ તથા સેક્રેટરી બી.આર.તેજાણી સહિતના સ્ટાફ દ્વાર ઉતરાઇની વ્યવસ્થા કરાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech