રાજકોટ જાણે આત્મહત્યા કરનારાઓનું શહેર બની ગયું હોય તેમ ૧૮ કલાકમાં આપઘાતના ચાર બનાવ સામે આવ્યા છે, જયારે આત્મહત્યાના પ્રયાસના બે બનાવ નોંધાયા છે. આપઘાતના બનાવો જોઈએ તો લોધીકાના રાવકી ગામે ૨૦ વર્ષીય યુવતિએ બીમારીની વધુ દવા પી લીધી હતી, કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે ખોડિયાર સોસાયટીમાં ૪૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાધો હતો, મવડીમાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી અને રામનાથ પરામાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જયારે શીતળાધારમાં ૧૫ વર્ષીય સગીરાએ એસિડ પી ને, શીતળાધારમાં પરિણીતાએ ઉંદર મારવાની દવા, મેટોડા જીઆઇડીસીમાં યુવકે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા
રાવકીમાં યુવતીએ વધુ દવા પી લેતા મોત
લોધીકાના રાવકી ગામે રહેતી કાજલ વશરામભાઇ બગડા (ઉ.વ.૨૦) નામની યુવતિ ગત બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ઘરે હતી ત્યારે બીમારીની કોઇ વધુ દવાની ગોળીઓ પી લેતા તબિયત લથડતા બેભાન હાલતમાં પ્રથમ લોધીકા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતિ ભૂલથી બીજી દવા પી લીધી હોવાનું જણાવ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
ખોડિયાર સોસાયટીમાં યુવકે ફાંસો ખાધો
કોઠારીયા રોડ ખોડિયાર સોસાયટી શેરી નં–૪માં રહેતા મયુરભાઈ વસંતભાઈ કાથરાણી (ઉ.વ.૪૬) નામના યુવકે સાંજે છ એક વાગ્યાના અરસામાં ઘરે મમાં પંખાના હંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા ૧૦૮ને જાણ કરી હતી. ઇમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક છૂટક મજૂરી કામ કરતા હતા અને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધું હતું. યુવકના મોતથી એક દીકરીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
૧૩ વર્ષના દીકરાને કેન્સર આવતા માતાનો આપઘાત
મવડીમાં એસ.કે.પી સ્કૂલ પાછળ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા ડિમ્પલબેન જયેશભાઇ સોજીત્રા (ઉ.વ.૪૨) નામના મહિલાએ સાંજે આઠેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા પ્રથમ મેડિકેર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દેતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. મૃતકના લગ્ન થયાને ૧૨ વર્ષ જેટલો સમય થયો હતોઅને પતિ હીરાની મજૂરી કામ કરે છે, સંતાનમાં બે પુત્ર છે જેમાં ૧૨ વર્ષના પુત્ર મિતને કેન્સરની બીમારી હોવાનું સામે આવતેની સારવાર શરૂ કરી હતી. ગઈકાલે કરાવેલા રિપોર્ટ પણ ખરાબ આવતા અને સારવારના ખર્ચને પણ કેવી રીતે પહોંચી શકાશે એ ચિંતામાં આવી જઈ દવા પી લીધી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
ગેરેજમાં પ્રૌઢે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
રામનાથપરા શેરી નં–૧૮માં રહેતા રફીકભાઇ અબ્દુલભાઇ પાયક (ઉ.વ.૫૯) નામના પ્રૌઢનો મૃતદેહ ઘરની બાજુમાં આવેલા પોતાના જ ગેરેજમાંથી મળી આવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આજે વહેલી સવારે પ્રૌઢ ઘરે મમાં જોવા ન મળતા દીકરીએ ફોન કર્યેા હતો પરંતુ ફોન ઉપાડતા ન હોવાથી ભત્રીજાને કહેતા તેણે ગેરેજની ચાવી છે કે નહીં જોતા ચાવી જોવા મળી ન હતી આથી ઘરની બાજુમાં જ આવેલા ગેરેજનું સટ્ટર ઉંચકાવી જોતા પ્રૌઢા પંખાના હંકમાં દોરી બાંધેલી હાલતમાં લટકતા હતા. પરિવારજનો દોડી આવી નીચે ઉતારીને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ– ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક ગેરેજ ધરાવતા હતા અને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે, બીમારીના કારણે પગલું ભર્યાનું પરિવારને લાગી રહ્યું છે. વધૂ તપાસ પોલીસે હાથ ધરી છે.
કોઠારીયા સોલવન્ટમાં સગીરા, નવોઢા, મેટોડામાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
કોઠારીયા સોલવન્ટમાં શીતળાધાર ૨૫ વારિયા કવાર્ટરમાં રહેતી શાહીનબેન આજીદભાઈ શેખ (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ રાત્રીના દસેક વાગ્યે ઉંદર મારવાની દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિણીતાના લ થયાને ૬ માસ જેટલો સમય થયો છે. ગૃહ કલેશના કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે આજીડેમ પોલીસએ આગળની તપાસ હાથ ધરી છે. બીજા બનાવામાં કોઠારીયા સોલવન્ટમાં શીતળાધાર માં રહેતી કાજલ શંકરભાઈ મહંતો (ઉ.વ.૧૫) નામની સગીરાએ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં એસિડ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવી હતી. સગીરા મૂળ બિહારની વતની છે અને બે ભાઈ બે બહેનમાં નાની છે, ગત રાત્રે માતા–પિતા ઝગડો કરતા હોય અવાર નવાર ઝગડાથી કંટાળી પોતે એસિડ પી લીધું હતું, આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં શ્રી રામ હોસ્પિટલ પાસે રહેતા પૂજાબેન પીન્ટુભાઇ વાગડીયા (ઉ.વ.૩૩)ની મહિલાએ સાંજે આઠેક વાગ્યે ફિનાઈલ પી લેતા સિવિલમાં ખસેડાયી હતી. પ્રાથમિક વિગતોમાં પુજાબેનના આ બીજા લ છે અને આગલા ઘરનું એક બાળક છે, હાલ પોતે ગર્ભવતી પણ છે. પતિ પીન્ટુભાઇ કંપનીમાં નોકરી કરે છે. પોતાને પતિ સાથે ચડભડ થતા માઠું લાગી આવતા પગલું ભરી લીધું હતું. મેટોડા પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો આપઘાત
March 19, 2025 05:48 PMગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMજામનગર : રખડતા પશુઓની પાંચ દિવસમાં વ્યવસ્થા કરવા જામ્યુકોનું અલ્ટીમેટમ
March 19, 2025 04:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech