ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ છે. હવે ૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી સૂચનો મોકલી શકાશે.સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની અંતિમ તારીખ ૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા. ૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૧૫/૦૪/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech