થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. થર્ટી ફર્સ્ટને લઈને 108 એમ્બ્યુલન્સનો 250 વ્યક્તિઓનો સ્ટાફ એલર્ટ મોડ ઉપર છે.
ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે
રાજકોટ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે, વધુને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરો. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કીટ મદદથી પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
મુખ્ય રસ્તાઓ પર ચેકિંગ માટે પોલીસ ખડેપગે રહેશે
રાજકોટ શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ પાર્ટી પ્લોટમાં થતા ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય તેટલી જગ્યા સીસીટીવી કેમેરાથી કવર થાય તે મુજબ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાથે રાજકોટ શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર રાજકોટ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે. ૉ
10 દિવસથી પોલીસની ડ્રાઈવ ચાલુ
ચેકિંગ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચેકિંગ સાથે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બ્રેથ એનેલાઇઝરની મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હાલ પણ આ ચેકિંગ ચાલુ જ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજ રાત્રિના સમયે ટ્રાફિક શાખા દ્વારા ખાસ ડ્રાઇવ યોજી વાહન ચેકિંગની સાથે સાથે બ્રેથ એનેલાઇઝર મદદથી તપાસ કરવામાં આવી રહી છે જેમાં કુલ 1000થી વધુ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તોતિંગ વધારો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
April 17, 2025 10:55 AMકેશલેસ સારવાર માટે વધુ રાહ નહી જોવી પડે, 1 કલાકમાં જ મળશે મંજુરી
April 17, 2025 10:54 AMકોટડા સાંગાણી શાપરમાં જુગાર રમતા 16 શખસો ઝડપાયા
April 17, 2025 10:38 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech