અત્યારે માર્કેટમાં જો સૌથી વધારે ચાલી રહ્યું હોય તો ગિબલી ઘિબલી છે. કોઈક આને ગિબલી કહે તો કોઈક આને ઘિબલી કહે છે. પણ આ ગિબલી ઘિબલીના ચક્કરમાં ક્યાંક તમારૂ બેંક અકાઉન્ટ સાફ ન કરી નાખે. કારણ કે, અત્યારે ગિબલી ઘિબલી નામે ઘણી છેતરપિંડી થતી હોવાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમે પણ લોકોને ચેતવણી આપી છે.
Ghibli AI Imageનો ટ્રેન્ડ અત્યારે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. અત્યારે દરેક વ્યક્તિ ChatGPT અને Grok જેવા પ્લેટફોર્મ પર પોતાના ફોટા અપલોડ કરીને આ ગિબલી ઘિબલીની ઈમેજ બનાવી રહ્યાં છે. એવું નથી કે સામાન્ય લોકો જ આ ગિબલી ઘિબલી ઈમેજ બનાવી રહ્યાં છે પણ બોલિવૂડની હસ્તીઓ પણ બાકાત નથી આમાંથી.
ટેલિગ્રામ અને વોટ્સએપમાં કેટલીક લિંક વાઈરલ થઈ
પણ રાજકોટ સાયબર ક્રાઈમે લોકોને એલર્ટ કરતા કહ્યું કે, ગિબલી ઘિબલીના ચક્કરમાં આપણે ક્યારેય અજાણી લિંક પર ક્લીક ન કરવું. ફ્રી ગિબલી ઘિબલી ઈમેજ બનાવવાના ચક્કરમાં તમે ફ્રોડનો શિકાર બની શકો છો. ફ્રી ઈમેજ માટે ટેલિગ્રામ અને વોટ્સએપમાં કેટલીક લિંક વાઈરલ થઈ છે.
તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો
આ વાઈરલ લીંક પર ક્લીક કરવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. આપણા ડેટાનો ઉપયોગ કરીને તમને તેઓ બ્લેકમેઈલ કરી શકે છે. કારણ કે, ગિબલી ઘિબલી ઈમેજ બનાવવાના ચક્કરમાં આપણે જે તે લિંક પર આપણે આપણો ફોટો અપલોડ કરતા હોય છીએ અને એ ફોટાનો દુરઉપયોગ કરીને તમારા ફોટાને મોર્ફ કરીને તમને બ્લેકમેઈલ કરવામાં આવી શકે છે.
આ ભુલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે
ત્યારે અજાણી લીંક પર ક્લીક કરીને ફોટો અપલોડ કરવાની આ ભુલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે OpenAIએ હજુ સુધી ગિબલી-શૈલીના AI ઇમેજ આર્ટ વર્ઝનનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech