રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છની ૭૦ વર્ષ જૂની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક સ્નેહમિલન તા.૪ જાન્યુઆરીએ યોજાનાર છે જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાશે. આ તકે સ્નેહ મિલન સાથે સંગીત સંધ્યા અને ડિરેકટરી વિમોચન અને ભોજન સમારોહ સહિતના ત્રિવિધ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહેશે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, સભ્ય પરિવારોનું પરંપરાગત વાર્ષિક સ્નેહમિલન તથા નવી ડિરેકટરીનું વિમોચન યોજવામાં આવેલ છે. આ સંગીત ભર કાર્યક્રમ સાથે પરમ પૂજય સ્વામી પરમાત્માનદં સરસ્વતીજી (આર્ષ વિધામંદિર–મુંજકા)નું પ્રેરણાદાયી પ્રવચન યોજાશે. કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાશે, મુખ્ય મહેમાન પદે ગૃહ રાયમંત્રી હર્ષભાઇ સંઘવી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ પાણી, રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ પાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ઉપસ્થિત રહેશે. યારે અતિથિ વિશેષ પદે સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ હાજરી આપશે. ઉપરોકત કાર્યક્રમ તા.૪–૧–૨૦૨૫ને શનિવારે સાંજે ૬–૦૦ કલાકે રોયલ–સેફ્રોન પાર્ટી પ્લોટ, સપદી પાર્ટી પ્લોટ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામ સભ્યો ઉપરાંત સૌરાષ્ટ્ર્ર કચ્છની તમામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખોને નિમંત્રીત કરાયા હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech