રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું સૌરાષ્ટ્રનું સૌથી મોટુ એવું રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજે નવા ચણા સહિતની રવિપાકની આવકોથી છલકાઇ ઉઠ્યું હતું. આ વર્ષે સતત સારી ઠંડી પડતા ચણાના પાકને હવામાન અનુકુળ આવ્યું હોય પુષ્કળ ઉત્પાદન આવ્યું છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે ૩૦ હજાર મણ ચણાની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ. થી રૂ. સુધી રહ્યો હતો. ચણામાં બેસનમિલો-એક્સપોર્ટર્સએ ખરીદી શરૂ કરતાં આવક વધવા છતાં ભાવ જળવાયેલા રહ્યા છે.
વેપારી વર્તુળોએ ઉમેર્યું હતું કે ૩૦ હજાર મણ ચણા ઉપરાંત ૩૫ હજાર મણ ઘઉં, ૩૦ હજાર મણ ધાણા તેમજ સૌથી મોંઘી જણસી એવા જીરૂની પણ ૨૨ હજાર મણની આવક નોંધાઇ હતી. જો કે હોળી અને ધુળેટીના તહેવારો બાદ નવી સિઝનની આવકો પુરજોશમાં શરૂ થશે. હજુ સિઝન જામતા પખવાડીયું વિતશે ત્યારબાદ મતલબ કે તા.૧૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી લગાતાર ઘઉં અને મસાલા પાકોની આવકોની સિઝન જામશે. નવા ઘઉંની આવકના પ્રારંભે ભાવ ઉંચા રહ્યા બાદ હવે આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 નવેમ્બર 2026 હશે દુનિયાનો છેલ્લો દિવસ
March 15, 2025 10:29 AMદ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની રંગે-ચંગે ભવ્ય ઉજવણી
March 15, 2025 10:27 AMજિલ્લા પંચાયતોના પ્રાથમિક શિક્ષકોનો અટવાયેલો પગાર આજે મળે તેવી શક્યતા
March 15, 2025 10:21 AMસોનાનો ભાવ 92 હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચવાની શક્યતા, ભાવ ભડકે બળવાના આ રહ્યા 7 કારણો
March 15, 2025 10:17 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech