IPL 2024 ની 44મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેએલ રાહુલે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટન સંજુ સેમસને અણનમ 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે 197 રનનો ટાર્ગેટ હતો. રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સંજુ સેમસને 33 બોલમાં સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે ધ્રુવ જુરેલ 34 બોલમાં 52 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 123 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટ ગુમાવીને 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેએલ રાહુલે કેપ્ટનશીપની ઇનિંગ રમીને 48 બોલમાં 76 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડાએ 31 બોલમાં 50 રનની અડધી સદી ફટકારી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ:
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (wk/c), માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.
રાજસ્થાન રોયલ્સ:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રોવમેન પોવેલ, શિમ્રોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech