રાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

  • April 28, 2025 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2025ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે કારમી હાર આપી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા રાજસ્થાને માત્ર 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

​​​​​​​

આ મેચમાં રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો હતો. તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને IPLના ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી નોંધાવી હતી. આ સાથે જ તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. વૈભવની આ તોફાની બેટિંગના કારણે રાજસ્થાને આ મેચ સરળતાથી જીતી લીધી હતી.




શુભમન ગિલે ગુજરાત તરફથી 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 101 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જાયસવાલે પણ 70 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને વિજય સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application