અમરેલી ભાવનગર રાજકોટ વડોદરા સુરત અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ એક જૂન સુધી વરસાદની શક્યતા છે પરંતુ તારીખ 27 થી 29 દરમિયાન તેની માત્રા પ્રમાણમાં થોડી વધુ હશે.
નૈઋત્યના ચોમાસાની સિસ્ટમના કારણે આજે કેરલ કોકણ કર્ણાટક તામિલનાડુ આંધ્ર પ્રદેશ અને મુંબઈના અમુક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે અને તે અરબી સમુદ્રના અંદરના ભાગ સુધી પહોંચી ગયું છે.
દરમિયાનમાં આજે સવારે બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ અને તેને સલગ્ન વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેસર સર્જાયું છે. આ સિસ્ટમ આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી હળવી શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે આજે સવારે વેરાવળમાં ૯૦ ટકા અને સુરતમાં 98% ભેજ સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. દીવમાં 84 દ્વારકામાં 83 ઓખામાં 84 પોરબંદરમાં 72 રાજકોટમાં 77% ભેજ આજે સવારે નોંધાયો છે. ભેજની સાથો સાથ ગરમી પણ વધુ હોવાથી લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. રવિવારની સરખામણીએ ગઈકાલે સોમવારે ગરમીના પ્રમાણમાં થોડો ઘટાડો થયો છે પરંતુ બફારો અને ઉકળાટ વધુ છે. ગઈકાલે રાજકોટમાં 41 ડીસામાં 40.7 અને ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું આ સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી નીચે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech