હવામાન વિભાગે આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદા જિલ્લામાં કરા પડવાની શક્યતા છે.
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રવિવારથી વાતાવરણ પૂર્વવત થઈ શકે છે.
શિયાળુ પાક પર તોળાતું સંકટ
કમોસમી વરસાદને પગલે વરિયાળી, ઘઉં, ચણા, જીરૂ, બટાકા, રાયડા, એરંડા, કપાસના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. આજે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો
ગઈકાલે સાબરકાંઠા હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગરમાં વરસાદ પડ્યો હતો. હિંમતનગર, ગાંભોઈ, ચાંદરણી, ચાંપલાનાર, વાવડી, ગાંધીપુરા, મોરડુંગરા, રૂપાલકંપા, બાવસર, હાથરોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડાબ્રહ્માના દામાવાસ પંથકમાં રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો.
બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત
અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech