ભારતીય રેલવેના નિયમોમાં દરરોજ ફેરફારો થતા રહે છે. રેલવે મંત્રાલયે હાલમાં જ ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે મોટો નિર્ણય લીધો હતો. રેલવે મંત્રાલયે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ માટેના કવોટાને મંજૂરી આપી દીધી છે. મતલબ કે હવે દરેક ટ્રેનમાં દિવ્યાંગો માટે કવોટા હશે પછી ભલે ટ્રેનમાં કન્સેશન સુવિધા ઉપલબ્ધ હોય કે ન હોય. રેલવે દ્રારા લેવામાં આવેલા આ નિર્ણય સાથે રાજધાની, શતાબ્દી, દુરંતો, હમસફર, ગતિમાન અને વંદે ભારત ટ્રેનો સહિત તમામ આરક્ષિત એકસપ્રેસ મેલ ટ્રેનોમાં દિવ્યાંગ કવોટા આપવામાં આવશે. આ કવોટા હેઠળ કયા કોચમાં દિવ્યાંગો માટે કેટલી બેઠકો રિઝર્વ રાખવામાં આવશે
કયા કોચમાં કેટલી સીટ અનામત રહેશે
રેલવે મંત્રાલય દ્રારા દિવ્યાંગો માટે રિઝર્વ કવોટામાં કરાયેલા ફેરફાર મુજબ હવે સ્લીપર કોચમાં ચાર બર્થ આરક્ષિત કરવામાં આવશે. જેમાં બે લોઅર અને બે મિડલ બર્થ હશે. થર્ડ એસી, ૩ઈ અને ૩એમાં ૪ બર્થ પણ હશે. જેમાં બે લોઅર અને ૨ મિડલ હશે. એસી ચેર કારમાં પણ ચાર સીટ હશે. તો વંદે ભારત ટ્રેનોમાં પણ દિવ્યાંગો માટે કવોટા હેઠળ ચાર સીટો અનામત રાખવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આઠ કોચવાળી ટ્રેનમાં સી૧ અને સી૭ કોચમાં અલગથી બનાવવામાં આવેલી બે સીટો (સીટ નંબર ૪૦) આરક્ષિત કરવામાં આવશે. તેથી ૧૬ કોચવાળી ટ્રેનોમાં સી૧ અને સી૧૪માં સીટો ઉપલબ્ધ થશે
યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ જરૂરી રહેશે
ભારતીય રેલવે દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ, પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ કવોટા હેઠળ એ જ મુસાફરો ટિકિટ બુક કરી શકશે. જેમની પાસે સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech