આરટીઓ જામનગર, જિલ્લા ટ્રાફિક શાખા, જામનગર તેમજ એપીએમસી, હાપા, જામનગર ના સંયુક્ત ઉપક્રમે એલ એન્ડ ટી, રાજકોટ વાડીનાર ટોલ લિમિટેડના સહયોગ થી એપીએમસી ખાતે આવતા ખેતી વિષયક વાહનોમાં રેડિયમ/રિફ્લેક્ટર્સ લગાવવાનું આયોજન કરવામાં આવેલ. તેમજ ખેત પેદાશો લઈને આવેલ ખેડૂત મિત્રો તેમજ વાહન ચાલકોને રોડ સેફ્ટી વિશે જાગૃત કરવામાં આવેલ.
એપીએમસી ના હોદ્દેદારો દ્વારા હવેથી એપીએમસી ખાતે આવતા આ પ્રકારના વાહનોમાં રિફ્લેક્ટર ન હોય તો ગેટ પર જ રિફ્લેક્ટર લાગી જાય તેવી સ્થાયી વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ યોગ્ય દિશામાં વિચારણા કરવા અંગે જણાવવામાં આવેલ.
આ પ્રસંગે એપીએમસી માંથી મુકુંદભાઈ સભાયા-ચેરમેન , હિરેનભાઈ કોટેચા-વા. ચેરમેન, હિતેષભાઈ પટેલ- સેક્રેટરી, હજડાભાઈ-જીલ્લા રજિસ્ટ્રાર કચેરી, આર ટી ઓ કચેરીમાંથી કે કે ઉપાધ્યાય આરટીઓ, જે જે ચુડાસમા IMV, એન ડી આંબલિયા IMV, એચ એસ પટેલ, AIMV, જિલ્લા ટ્રાફિક શાખા માંથી એ. એચ. ચોવટ, PSI, એમ. બી ઝાલા HC, એ.આર. ગૌસ્વામી HC તેમજ એલ એન્ડ ટી માંથી શુકલાજી તેમજ રૂટ ટીમ ઉપસ્થિત રહેલ.