મહુવા તાલુકાના સેદરડા ગામે આવેલ રાજ ચામુંડા માતાના મંદિરના દરવાજા પર સાત વખત ગોળીબાર કરાયાની ઘટનાના પગલે મહુવા એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હયી. દરમ્યાન એક અજાણ્યો શખ્સ મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો જણાતા સીસીટીવી ફોજ ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. મહુવા તાલુકાના સેદરડા ગામે આવેલ અને સેદરડા મોણપર ચોવીસી મંદિર રાજ ચામુંલ માતાજીના મંદિરે એક અજાણ્યો શખ્સ સ્કૂટર લઈને ચોરી કરવા આવેલ મંદિરની શોર તેમજ પાળી તોડીને મંદિરમાં પ્રવેશ કયો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતા મંદિરના દરવાજાના તાળા પર આડેધડ ગોળીબાર કરી તાળું તોડવાનું પ્રયાસ કર્યો હતો. મંદિરના નીચેના ભારે સૂતેલા લોકો ને અવાજ આવતા લોકોએ પોતાની પાસે રહેલ બેટરી ની વાઈટ કરતા શખ્સ છૂટયાં હતો. આ ઘટનામાં મંદિર તેમજ દાનપેટી માંથી કોઈપણ પ્રકારની ચોરી ન થયાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માતાજીની તેમજ કૃષ્ણની મૂર્તિની ચોરી કરવાના ઇરાદે આવ્યો હોય શકે. ગોળીબારની ઘટનાને લઈને સેદરડા ગામમાં ભારે ભય નો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ મહુવા એએસ પી, મહુવા તેમજ મોટા ખુટવડા ઉપરાંત ભાવનગરએલસબી સહિતમાં કાફલો દોડી ગયો હતો. અને અલગ અલગ ત્રણ ટીમ બનાવી મંદિર અને આજુબાજુમાં રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલાસીસીકટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech