ભારતીય રિઝર્વ બેંકે સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે ATMમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો પણ નીકળે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતાને આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આવું કરવું જરૂરી છે. ચાલો તમને પણ જણાવીએ કે આખરે RBIએ કયા પ્રકારનું સર્ક્યુલર જારી કર્યું છે.
દેશના બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 100 અને 200 રૂપિયાને લઈને મોટો આદેશ જારી કરી દીધો છે. જેના કારણે દેશની તમામ બેંકોમાં ખળભળાટ મચી ગયો છે. RBIએ બંને નોટોને લઈને જે નિર્દેશો જારી કર્યા છે, તેને જલ્દીથી જલ્દી પૂરા કરવા કહેવામાં આવ્યું છે. આ માટે RBI તરફથી તમામ બેંકોને સર્ક્યુલર પણ જારી કરી દેવામાં આવ્યો છે. ચાલો તમને પણ જણાવીએ કે આખરે 100 અને 200 રૂપિયાની નોટોને લઈને RBI તરફથી કયા પ્રકારનું સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.
RBIના બેંકોને નિર્દેશ
ભારતીય રિઝર્વ બેંકે સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે ATMમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો પણ નીકળે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતાને આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આવું કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સ (WLAO)એ આ નિર્દેશને તબક્કાવાર રીતે લાગુ કરવાનો રહેશે. બિન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત ATMને ‘વ્હાઇટ લેબલ ATM’ (WLA) કહેવામાં આવે છે. આ નિર્દેશો બાદ દેશની તમામ બેંકોમાં ખળભળાટ મચી ગયો છે. હવે તમામ બેંકોએ 100 અને 200 રૂપિયાની નોટોને લઈને ATMમાં વધુ મહેનત કરવી પડશે.
RBIએ જારી કર્યો સર્ક્યુલર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એક સર્ક્યુલરમાં કહ્યું કે અવારનવાર ઉપયોગમાં લેવાતા મૂલ્યવર્ગની બેંક નોટો સુધી જનતાની પહોંચ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સ (WLAO) એ સુનિશ્ચિત કરશે કે તેમના ATMમાંથી નિયમિત ધોરણે 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો પણ નીકળે. સર્ક્યુલર અનુસાર 30 સપ્ટેમ્બર, 2025 સુધી 75 ટકા ATM (ઓટોમેટેડ ટેલર મશીન)માં ઓછામાં ઓછી એક કેસેટથી 100 રૂપિયા અથવા 200 રૂપિયા મૂલ્યવર્ગની બેંક નોટો નીકળવી જોઈએ. ત્યારબાદ 31 માર્ચ, 2026 સુધી 90 ટકા ATMમાં ઓછામાં ઓછી એક કેસેટથી 100 રૂપિયા અથવા 200 રૂપિયા મૂલ્યવર્ગની બેંક નોટો નીકળવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની મેડીકલ કોલેજમાં એડમીશનના બહાને ૩.૧૦ લાખ ખંખેર્યા
April 29, 2025 01:26 PMદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMનાવદ્રા ગામમાં રેતી ભરેલા ટ્રેકટર-ટ્રોલી સાથે એકની અટકાયત
April 29, 2025 01:22 PMસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech