સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્રનો પ્રારભં થયો છે. જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્રારા ટેકાના ભાવે તુવેરની ગોંડલ તાલુકાનું પ્રથમ કેન્દ્રની શઆત કરવામાં આવી હતી. ગોંડલ તાલુકાના ૪૫૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં પ્રથમ ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં ૨૦ ખેડૂતો કેન્દ્ર પર આવી પોહચ્યા હતા.
દેરડી (કુંભાજી) ગામના પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડીયાનું કુમ કુમ તિલક, હારતોરા અને મો મીઠું કરી સન્માન કરવામાં આવ્યું હતું. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્રારા શ્રી ફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારભં કરવામાં આવ્યો હતો. આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ડિરેકટર પ્રફુલભાઈ (બાવભાઈ) ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ, જીતુભાઈ જીવાણી, જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ૨૦ કિલોના પિયા ૧૫૧૦– ટેકાના ભાવે તુવેરની ખરીદીના કેન્દ્રનો પ્રારભં થયો છે. તેમણે સરકારને અભિનંદન સાથે આનંદની લાગણી વ્યકત કરી હતી. અત્યારે તુવેરની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે. ગોંડલ તાલુકાની અંદર ૪૫૦૦ જેટલી એન્ટ્રી થઈ છે. ખેડૂતો માટે આજે દિવાળી જેવો માહોલ છે કારણકે યારે યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય જેના કારણે ખેડૂતોને ઉંચી બજાર મળે તેમજ જેટલો જથ્થો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારમાં ભાવ ઉંચો રહેતો હોય છે. યાર્ડના ચેરમેને વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીનો આભાર માન્યો હતો. તેમજ જામવાડી સેવા સહકારી મંડળીનો આભાર માનતા જણાવ્યું હતું કે ગયા વખતે જામવાડી સેવા સહકારી મંડળી દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં નોંધનીય કામગીરી કરી હતી જેને હિસાબે સરકારે તેમને ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર આપી છે.
તુવેર ખરીદીનો પ્રારભં થતા મોવિયા ગામથી તુવેર લઈને આવેલ ખેડૂત બ્રિજેશભાઈ ખૂંટએ સરકારે ટેકાના ભાવે પિયા ૧૫૧૦– તુવેરની ખરીદી કરતા સંતોષ વ્યકત કર્યેા હતો અને ભાવ સારા છે તેવું જણાવ્યું હતું. જામવાડી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ મોણપરા જણાવ્યું હતું ખેડૂતોને ટેકાના ભાવે તુવેરના સારા ભાવ મળી રહે છે જેને લઈને ખેડૂતો ખુશ છે મંડળી દ્રારા ટેકાના ભાવે તુવેર વેચવા આવેલ ખેડૂતો તેમજ મજૂરોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સમયે કરીનાએ 'જબ વી મેટ' ફિલ્મ કરવાની ઘસીને ના કહી દીધી હતી
March 15, 2025 11:31 AMઆમિર ખાન- ગૌરી સ્પ્રેટ લવ સ્ટોરી 25 સાલ પુરાણી
March 15, 2025 11:29 AMસુનીલ દત્તનો દોહિત્ર બોલીવુડમાં ડેબ્યુ કરે તેવી ચર્ચા
March 15, 2025 11:28 AMઅંબાણી પરિવારે જ કિમ કાર્દાશિયનના કપડાંને મંજૂરી આપી હતી
March 15, 2025 11:25 AMસલાયાની પૌરાણિક હોળી પ્રગટાવવામાં આવી
March 15, 2025 11:24 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech