સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અનામત મુદ્દે થયેલી એક રિટ પિટિશનમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકારનો જવાબ માંગ્યો છે. પ્રસ્તુત કેસમાં ગુજરાત સ્થાનિક સત્તાધિકારી કાયદા (સુધારા) અધિનિયમના નિયમોને એક જાહેર હિતની અરજી મારતે પડકારવામાં આવ્યા છે. આ મામલે હાઈકોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. આ માટેની વધુ સુનાવણી આગામી ૨૫મી એપ્રિલના રોજ કરવામાં આવશે. રાય સરકાર દ્રારા લાગુ કરવામાં આવેલા અનામત ના નિયમો સુપ્રીમ કોર્ટના નિયમોની વિદ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સર્વેાચ્ચ અદાલતના નિર્ણય મુજબ, આવા અનામતની અનિવાર્યતા વિશે સ્વતત્રં કમિશન દ્રારા પછાતપણાની પ્રકૃતિ અને સૂચિતાર્થ અંગે યોગ્ય તપાસ કરવી જરી છે. એવી દલીલ કરવામાં આવી હતી કે આવી કોઈપણ તપાસ પૂર્ણ કર્યા વિના સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટે બેઠકોમાં સરકાર અનામત નક્કી કરી શકે નહીં.
ગઈકાલે આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ થઇ હતી. જેમાં સંબંધિત કાયદાની બંધારણીય માન્યતા અને ત્યારબાદ સંબંધિત નિયમોમાં કરવામાં આવેલા સુધારાને પડકારવામાં આવ્યા હતા. સાથે જ અનામત લાગુ કરવાની રીત સુપ્રીમ કોર્ટના નિર્ણયોની વિદ્ધ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો
સુધારા (સંશોધન) ભારતના બંધારશથી વિપરીત છે, કારણ કે આ સુધારાઓ કે, કૃષ્ણ મૂર્તિ અને અન્યો વિદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ એએનઆર (૨૦૧૦) ના સર્વેાચ્ચ અદાલતના નિર્ણયની વિદ્ધ છે, જે વિકાસ કિશનરાવ ગવલી વિદ્ધ મહારાષ્ટ્ર્ર રાય (૨૦૨૧)ના સર્વેાચ્ચ અદાલતના ચુકાદા સાથે વાંચવામાં આવે જે કલમ ૨૪૩ડી (૬) અને કલમ ૨૪૩ટી (૬) હેઠળ વિચારેલા અનામતને કેવી રીતે લાગુ કરવું એની ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરે છે.
અરજદારની દલીલો સાંભળ્યા પછી, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે, ઉપરોકત બાબતોની નોંધ લેતા, અમે આ મામલો એડવોકેટ જનરલના ધ્યાન પર લાવવાનું સૂચન કરીએ છીએ. જેમણે રાય સરકાર વતી કોર્ટ સમક્ષ રાયનો મત રજૂ કરવા માટે હાજર રહેવું. વકીલે દલીલ કરી હતી કે અરજદારને એવી આશંકા છે કે કેબિનેટ સબ કમિટીએ કમિશનના અહેવાલને અવગણીને તેની ભલામણ કરી છે. જેના કારણે બિલ રજૂ થયું છે અને આ વિવાદિત કાયદાને પસાર કરવામાં આવ્યો છે. બીજી એક શંકા કમિશનના અહેવાલના સંદર્ભમાં વ્યકત કરવામાં આવી હતી, જે અરજદારના મતે અહેવાલ જાહેરમાં લાવવામાં આવ્યો નથી. આ મામલે રાય ઇલેકશન કમિશન, રાય સરકાર, સામાજિક ન્યાય વિભાગ સહિતના પ્રતિવાદી વિભાગોને તેમના જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરી કોર્ટે કેસની વધુ સુનાવણી ૨૫મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech