ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પીજીવીસીએલ દ્વારા બાકી બિલ અંગે લાલ આંખ કરી હતી. પીજીવીસીએલ દ્વારા લાંબા સમય બાદ બાકી બિલ અંગે ઉઘરાણી કરી સ્થળ કલેક્શન કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા બાકી બીલ ઉઘરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલાક વીજ કનેક્શન કટ કરી પણ નાખવામાં પણ આવ્યા હતા. તળાજા શહેરના બે પેટા વિભાગીય કચેરી દ્વારા પોલીસ પ્રોડક્શન સાથે વીજબીલના બાકી રહેતા નાણા ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલીતાણા વિભાગીય કચેરીથી બે ટીમો તળાજા ખાતે આવી હતી તેમણે કુલ 11 કનેક્શનનો કે જેમાં બાકી રહેતી ૨.૫૫ લાખ તેમના વીજ મીટર ઉતારી વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ પાંચ જેટલા વીજ કનેક્શનમાંથી બાકી બિલ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતાં. વહેલી સવારથી લઈને જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech