બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શાળાઓમાં ખાલી પડેલી આચાર્યેાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એકાએક સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી આચાર સહીતાનો ભગં ન થાય તે માટે ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા મુલતવી રાખીને ચૂંટણી પચં પાસે માર્ગદર્શન માગવામાં આવ્યું હતું.
માધ્યમિક વિભાગના સંયુકત શિક્ષણ નિયામક દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે ચૂંટણી પંચે આ સંદર્ભે જણાવ્યું છે કે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે અને નિમણૂકોના હુકમ ૧૬ ફેબ્રુઆરી પછી એટલે કે મતદાનના દિવસ બાદ કરવાની શરતે મંજૂરી આપવામાં આવે છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પછી હવે આચાર્ય ભરતીની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અગાઉ નિયત કરેલ તેમજ ઉમેદવારોના કોલલેટરમાં ફાળવેલ તારીખ અને સમય મુજબ તારીખ ૧૦ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને તારીખ ૧૭ ફેબ્રુઆરી પછી સંબંધિત શાળા મંડળ દ્રારા નિમણૂકના હત્પકમો આપવામાં આવશે.
સંયુકત શિક્ષણ નિયામકે પોતાના આ પરિપત્રમાં જણાવ્યું છે કે તારીખ ૧૦,૧૧,૧૨ અને રોજ ૧૩ના રોજ ઇન્ટરવ્યૂ યથાવત રાખવામાં આવ્યા છે. તારીખ ૧ ફેબ્રુઆરીના અગાઉ રાખેલા ઇન્ટરવ્યૂ હવે ૧૫ ફેબ્રુઆરીએ લેવાશે, તારીખ ૩ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૪ ફેબ્રુઆરીએ, તારીખ ૪ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૭ ફેબ્રુઆરીએ, તારીખ ૫ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૮ ફેબ્રુઆરી, તારીખ ૬ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૯ ફેબ્રુઆરીએ, તારીખ સાત ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૦ ફેબ્રુઆરી અને તારીખ ૮ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech