મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આવતીકાલે મુખ્યમંત્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. તે પૂર્વે મુખ્યમંત્રીના સમગ્ર રૂટ પરથી નાના-મોટા આસ્થાયી પ્રકારના દબાણો હટાવવાની યુદ્વના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભરતનગર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આવતીકાલે શનિવારે ભાવનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રીના રૂટ એરપોર્ટ રોડ થી સુભાષનગર, મહિલા કોલેજ થી ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર પાસેથી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કરી અડચણરૂપ શેરડીનો સીચોડો, મંજૂરી વીનાના ૨૭બોર્ડ તેમજ લારી સહિત અન્ય માલ-સમાન જપ્ત કરાયા બાદ શહેરના ભરતનગરમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ભરતનગર વિસ્તારમાં તખ્તેશ્વર હાઈટ્સ અને તેની આજુબાજુમાં ઝુંપડા સહિતના થયેલા અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech