રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરની ઝૂંપડપટ્ટીઓને આધુનિકકરણના નામે પીપીપી યોજના હેઠળ આવરી લઈ ત્યાં વસવાટ કરતા લોકોને ઘરનું ઘર આપવાની સાથો સાથ બિલ્ડરોને પણ મોટો ફાયદો કરાવતા અનેક પ્રોજેકટસ ચર્ચામાં રહ્યા છે ત્યારે જ ફરી એક વખત મોટામવા ખાતે આવેલ ભીમનગરની કરોડો પિયાની જમીન પાણીના ભાવે બિલ્ડરને પીપીપી ધોરણે આપવાની પ્રક્રિયા આગળ ધપાવાઇ હોવાનું મહાપાલિકાના વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળે છે. અંદાજે .૭૦૦ કરોડની જમીન ફકત .૧૦૩ કરોડના પ્રીમીયમમાં એક જાણીતી એજન્સીને આપવા માટે મહાનગરપાલિકાએ હાલ ફાઇલ લેન્ડ ડિસ્પોઝલ કમિટિને સુપ્રત કરી છે જેનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.
રાજકોટમાં વેસ્ટ ઝોનમાં સતત વિકાસના પગલે પ્રાઇમ લોકેશનમાં આવી ગયેલા ભીમનગર વિસ્તારની પ્રજાની માલિકીની ૫૬,૦૯૨ ચો.મી.જમીન માટે માત્ર .૧૦૩ કરોડનું પ્રિમિયમ આપવાની ઓફર આવતા દેખીતી રીતે જ પ્રજાને આશરે ૂા.પાંચસો કરોડનું નુકશાન જઈ રહ્યું હોવા છતાં આ ઓફર જતી કરવાને બદલે તેને પેન્ડીંગ રાખી છે.
વર્ષ–૨૦૧૪માં નાના મવા રોડ ઉપરના જય ભીમનગરમાં પીપીપી આવાસ યોજના લાગુ કરવા પ્રયાસ થયો હતો. મનપાની આ યોજના સામે લોકોનો પ્રચડં વિરોધ ઉઠયા છતાં તે વખતે માત્ર ૪૪૫ આવાસ બનાવવાની જવાબદારી સાથે આ અબજોની જમીન માત્ર . ૬૩ કરોડ ૬૧ લાખ ૭૮ હજાર ૧૪૦માં આપવા કયુબ કન્સ્ટ્રકશનને આપવા નિર્ણય લીધો હતો. સતત ઉગ્ર વિરોધના પગલે નવ–નવ વર્ષ સુધી આ યોજના અમલી થઈ ન હતી અને આ ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમય વીતી જતાં આ જગ્યા ઉપર બિલ્ડર લોબીની નજર હોય ફરી વખત આ જમીન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૪૪૫ આવાસ બનાવવાની સાથે કરોડો પિયાની વધારાની જમીન મળવાની હોય આ પ્રોજેકટ મેળવવા માટે અનેક લોકો પ્રયાસ કરતા હતાં.
દરમિયાન તાજેતરમાં વર્તમાન કમિશનર સમક્ષ આ મામલો આવતા તેમના માર્ગદર્શનમાં ગત તા.૨૯ જૂનના ટેન્ડર ખોલવામાં તા જેમાં સૌથી મોટી રકમની ઓફર જે.પી.સ્ટ્રકચર પ્રા.લિ.દ્રારા માત્ર .૧૦૩.૦૬ કરોડની આવી હતી. આ સામે જમીનની કિંમત આશરે .૬૦૦થી ૭૦૦ કરોડની હોવાનો અંદાજ છે અને મોટાભાગની જમીન બિલ્ડરને ડેવલપમેન્ટ માટે મળવાની છે. તદઉપરાંત ઉપરથી વધુ એફએસઆઇ પણ મળે તેમ છે.મનપા અને પ્રજાને કરોડોનું નુકશાન જાય અને ભ્રષ્ટ્રાચાર થઈ શકે તેવી આ ઓફર રદ કરવાને બદલે ગત તા.૧–૮–૨૦૨૪ના આશ્ચર્યજનક રીતે આ ભાવ બરાબર છે કે કેમ તે જાણવા લેન્ડ ડિસ્પોઝલ કમિટિને ફાઇલ મોકલાઇ છે. જો કે કમિટિએ આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય કર્યેા નથી. સૌથી વધુ પ્રિમીયમ જે.પી. સ્ટ્રકચર પ્રા.લી.નું આવતા તે માન્ય રાખી સંકલન માટે લેન્ડ ડિસ્પોઝલ કમિટીને હાલ ફાઈલ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMગરમીથી બચાવીને શરીરને ઠંડુ અને તાજું રાખશે ‘લેમન આઈસ્ડ ટી’, આ રેસીપીથી તરત જ કરો તૈયાર
April 17, 2025 04:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech