શહેરના પોશ વિસ્તારમાં રહેતા તબીબ સસરાએ ચિત્રકુટ ફરવા ગયા હતાં ત્યારે રાત્રીના વિધવા પુત્રવધૂની બાજુમા સુઇ જઇ તેની સાથે અડપલાં કર્યા હતાં. આ બાબતે પુત્રવધૂએ સાસુને કહેતા કહ્યું કે તેના પનમાં પુત્ર આવ્યો હતો તેમણે કંઇ કર્યું નથી. તું કોઇને કંઇ કહેતી નહીં નહીંતર ઘરખર્ચના પૈસા નહીં આપીએ.
સાસુ પણ ક્લિનિક ચલાવે છે
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પોસ્ટ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુનિ.રોડ પરના પોશ એપાર્ટમેન્ટ તેના સસરા વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં છ વર્ષનો પુત્ર છે પતિનું વર્ષ 2023 માં લીવરની બીમારી સબબ મોત થયું હતું. ત્યારથી તે પોતાના પુત્ર સાથે એકલા રહે છે. સસરા તબીબ હોય અને તે કોઠારીયા રોડ પર મેડિકલ સ્ટોર ચલાવે છે. સાસુ પણ ક્લિનિક ચલાવે છે જે પણ ફિઝિયોથેરાપિસ્ટ હોય તે પણ ક્લિનિક ચલાવે છે.
ડરના લીધે મહિલા રાતભર રૂમમાં ખૂણામાં બેઠી રહી
ગત તા. 19/5/2024 ના ફરિયાદી તેના પુત્ર અને સાસુ સસરા સાથે ચિત્રકૂટ ફરવા ગયા હતા. ત્યારે અહીં એક રૂમ રાખ્યો હતો રાત્રિના મહિલા સગીર પુત્ર સાથે સૂતા હતા. ત્યારે સસરા બાજુમાં આવીને સૂઈ ગયા હતા સાસુને ઊંઘનો પ્રોબ્લેમ હોય જેથી ઊંઘની દવા પી સૂઈ ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રિના સસરાએ પુત્રવધુનો ગાલ તથા પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગેલ. જેથી ડરી મહિલાની ઊંઘ ઊડી ગઈ હતી અને સસરાને કહ્યું હતું કે, પપ્પા તમે આ શું કરો છો? તેમ કહી સાસુને જગાવવાનો પ્રયાસ કરતા સસરાએ કહ્યું હતું કે, તું જગાડીશ નહીં બાકી જોવા જેવી થશે. જેથી ડરના લીધે મહિલા રાતભર રૂમમાં ખૂણામાં બેઠી રહી હતી. સવારે તેણે આ બાબતે સાસુને વાત કરી હતી જેથી સાસુએ કહ્યું હતું કે, મને તારા સસરાએ વાત કરી હતી કે તેના શરીરમાં પુત્ર આવ્યો હતો જેથી તેણે પોતે કર્યું નથી. તું આ વાત કોઈને કહીશ નહીં નહિતર તને ઘર ખર્ચના પૈસા નહીં આપીએ.
હું અહીં જ રહીશ મારે તારી સાસુ સાથે બનતું નથી
ગત તા. 24/ 3 ના મહિલાના ઘરે તેના બહેન બનેવી આવ્યા હોય ત્યારે સસરા અહીં આવ્યા હતા અને કહ્યું હતું કે, હું અહીં જ રહીશ મારે તારી સાસુ સાથે બનતું નથી ત્યારબાદ મહિલાએ સાસુને ફોન કરતા તેણે કહ્યું હતું કે, મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી તેનું બીજી કોઈ સાથે અફેર ચાલે છે. ત્યારબાદ સસરા અહીં રહેવા આવી ગયા હતા. રાત્રિના મહિલાના બહેન બનેવી અલગ રૂમમાં સુતા હોય મહિલા પુત્ર સાથે રૂમમાં સૂતી હતી અને સસરા હોલમાં સૂતા હતા. રાત્રીના સાડા ત્રણ વાગ્યે આસપાસ સસરાએ રૂમનો દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલતા તેણે કહ્યું હતું કે, મને જગ્યા બદલતા ઊંઘ આવતી નથી. હું આજ રૂમમાં સૂઈ જઈશ તેમ કહી પુત્રવધુનો હાથ પકડી લીધો હતો. બાદમાં તેના પ્રાઇવેટ પાર્ટને અડવાની કોશિશ કરતા તેણે ઇનકાર કરતા જબરજસ્તી કરવા લાગ્યા હતા. જેથી ધક્કો મારી મહિલાએ બાજુના રૂમમાં સૂતેલા બહેન બનેવીને જગાવી તેને તેને સાચી હકીકત જણાવી ન હતી અને કહ્યું હતું કે, મને ઊંઘ આવતી નથી જેથી તમે મારી સાથે જાગો. આમ તેઓ રાતભર જાગ્યા હતા.
માતા-પિતાએ હિંમત આપતા મહિલાએ સસરા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી
બીજા દિવસે તેમણે બહેન બનેવી તથા માતા પિતાને આ વાત કરી હતી અને કહ્યું હતું કે, સસરા અમને ડરાવતા હોય કે અમે ડોક્ટર છીએ અમારી પહોંચ ઉંચે સુધી છે તું અમારું કશું કરી શકીશ નહીં તેવી ધમકી આપી બદનામ કરવાનું કહેતા હતા. જેથી અંતે માતા-પિતાએ હિંમત આપતા મહિલાએ સસરા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech