પદવીદાન સમારોહ પૂરો થયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું સમગ્ર તંત્ર હવે વાર્ષિક પરીક્ષા લેવાની કામગીરીમાં લાગી ગયું છે. છેલ્લા 15 દિવસથી આ માટે કોલેજોના માધ્યમથી સેમેસ્ટર ચાર અને છ ના વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલતી હતી તે હવે પૂરી થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગયા બાદ હવે યુનિવર્સિટી નું તંત્ર પરીક્ષાની તારીખો ફાઇનલ કરવામાં અને પરીક્ષા કેન્દ્રો, સુપરવાઇઝરોની નિમણૂક વગેરે બાબતો ફાઈનલ કરવામાં લાગી ગયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ બી.એ, બીબીએ.એમ.એસ.ડબલ્યુ એમએ એલએલબી એલએલએમ એમબીએ એમકોમ બીકોમ એમએસસી બીએ એલએલબી બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સહિત અલગ અલગ 39 પરીક્ષાના ફોર્મ તારીખ 16 ફેબ્રુઆરીથી ઓનલાઈન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને તે તારીખ 1 માર્ચથી બંધ કરી દેવામાં આવી છે.
જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજોને આ સંદર્ભે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં સેમેસ્ટર ચાર અને છ ની પરીક્ષા શરૂ થવાની સંભવિત તારીખ 27 માર્ચ જાહેર કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગે તો આમાં ખાસ કોઈ ફેરફારની શક્યતા નથી પરંતુ આમ છતાં પરીક્ષાનો સમગ્ર શિડ્યુલ એકાદ સપ્તાહમાં જ જાહેર કરી દેવાશે.
2019 ના અભ્યાસક્રમ મુજબ બીએ એલએલબી અને બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ જેવા અભ્યાસક્રમોમાં 10 સેમેસ્ટર છે અને આગામી તારીખ 27થી સંભવિત રીતે શરૂ થનારી પરીક્ષામાં આ 10 માં સેમેસ્ટર ની પરીક્ષાઓ પણ લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી માટે આ પ્રથમ પરીક્ષાઓનું આયોજન છે અને તેથી આયોજનમાં ક્યાંય કચાસ ન રહી જાય તે માટે સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુપરવાઇઝરો ચેકિંગ સ્કવોડ, પરીક્ષા કેન્દ્રો વગેરે બાબતોમાં ખાસ ચિવટ રાખવામાં આવે છે. જે કોલેજોમાં સીસીટીવી કેમેરા હોય તેવી કોલેજોને જ પરીક્ષા કેન્દ્ર આપવા માટે નક્કી કરાયું છે. આ ઉપરાંત કવેશચન પેપર ડીલેવરી સિસ્ટમ (ક્યુપીડીએસ) અંતર્ગત મોટાભાગની પરીક્ષાઓમાં પેપર પરીક્ષા શરૂ થવાના અડધો કલાક અગાઉ ઓનલાઈન મોકલવા માટેની વ્યવસ્થામાં વધુ ફેકલ્ટીઓ અને પરીક્ષાઓને આવરી લેવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. બોર્ડની પરીક્ષાઓ પૂરી થયા બાદ તુરત જ કોલેજોમાં પરીક્ષા શરૂ થવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech