દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ખંભાળિયાના ભરાણા, અને કલ્યાણપુર તાલુકાના જુવાનપુર, તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી અન્વયેની બનાવેલી મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ જાહેર જનતા જોઇ શકે તેવી રીતે કરવામાં આવી છે.
જેમાં સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદી નગરપાલિકા કચેરીની ચૂંટણી શાખા તથા વાઘેરવાસ પ્રાથમિક શાળા ખાતે જોઈ શકાશે. ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદી નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર અને મામલતદાર કચેરી ખાતે ઉપરાંત દ્વારકા નગરપાલિકા યાદી નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર તથા મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ ઉપર જોઈ શકાશે.
ભરાણા બેઠકની તાલુકા પંચાયત પેટા ચૂંટણી અન્વયે ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીએ તેમજ તેમાં સમાવિષ્ટ ગામો મોટા આંબલા, નાના આંબલા, ભરાણા ખાતે જ્યારે કલ્યાણપુર તાલુકાના જુવાનપુરની બેઠક માટે તેમા સમાવિષ્ટ ગામો જુવાનપુર, સીદસરા(માનપરા), મેઘપર ટીટોડી, સીદસરા (ઉદેપુર) ખાતે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMજે ગેંગનો મુખ્ય સૂત્રધાર ભાવનગરનો છે તેના ચાઇનીસ ગેંગ સાથે ખુલ્યા કનેકશન
May 20, 2025 04:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech