પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી ધમધમી રહી છે જેમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇ કરવા સહિત સવાસોથી વધુ બંધ સ્ટ્રીટલાઇટ ઝળહળતી કરવામાં આવી છે.
સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇ
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પી)ની સુચનાથી સીટી એન્જીનીયર જયદીપસિંહ રાણા તથા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકીના માર્ગદર્શન હેઠળ પ્રિ-મોન્સુન -૨૦૨૫ની કામગીરી હેઠળ મહાનગરપાલિકા દ્વારા એમ.જી. રોડ પર આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇનીકામગીરી તથા ગટર ઉપર આવેલ સ્ક્રીનીંગની પણ સફાઇ કરવામાં આવેલ છે.
સવાસોથી વધુ સ્ટ્રીટલાઇટના સમારકામની કામગીરી
ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, ખાખચોક, કુંભારવાડો, દરીયારોડ, બોખીરા, જ્યુબેલી, નવો કુંભારવાડો, ખાડી વિસ્તાર, ખાપટ, કડીયાપ્લોટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૫૯ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઇલેકટ્રીક વિભાગ દ્વારા મીલપરા, વાડીપ્લોટ, ભોજેશ્ર્વરપ્લોટ, કમલાબાગ, ખારવાવાડ, ઝુરીબાગ પેલેસ. વાણીયાવાડ, હરીશ ટોકીઝ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૭૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
વોટરવર્કસ વિભાગની કામગીરી
વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વાલ્વ રીપેરીંગ તેમજ ખાપટ,નવાપરા, રાણીબાગ, ભાટીયાબજાર, ભીડભંજન મહાદેવ સામે, મેમણવાડ, ડો. ચાંીયાનાઘર પાસે, વણકરવાસ જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત બોખીરા આવાસ રોડ અને રામાપીરના મંદિર પાસે વાલ્વ રીપેરીંગ તેમજ કોમ્યુનીટી હોલ તથા ગાયત્રી મંદિર પાસે, ગાયત્રી પાર્ક-૧ અને ખાપટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે.
ટ્રીમીંગ સહિત બગીચાની સફાઇ
ગાર્ડન વિભાગ દ્વારા કડીયાપ્લોટ વિસ્તારમાં વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તેમજ પાળીબાગ, વાડીપ્લોટ, શાકમાર્કેટ ગાર્ડન, રાણીબાગ, કમલા નેહપાર્ક, પેરેડાઇઝ ફુવારા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પાળીબાગ, રાણીબાગ, કમલા નેહ પાર્ક, પેરેડાઇઝ ફુવારા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech