પોરબંદરના બગવદર અને કુતિયાણા પંથકમાં પોલીસે અસામાજિક તત્ત્વોને ત્યાં ચેકીંગ હાથ ધરીને ચાર શખ્શોના વીજકનેકશન કાપી નાખ્યા હતા અને ૭ લાખ ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બગવદર પોલીસની કામગીરી
ડી.જી.પી. તરફથી અસામાજિક ગુંડા તત્ત્વો વિધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર લીસ્ટ બનાવી તેઓ વિધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જના અસામાજિક ગુંડા તત્ત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી જે યાદી મુજબ અસામાજિક ગુંડા તત્ત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયેે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારા તથા પી.આર.રાઠોડ તથા બગવદર પોલીસ સ્ટાફના માણસો, પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા કર્મચારીઓને સાથે રાખી લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્ત્વો પર ચેકીંગની કામગીરી હાથ ધરી નીચે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.
કુલ છ૬ અસામાજિક ગુંડા તત્ત્વોને ત્યાં ચેકિંગ દરમ્યમન કુલ ૩ અસામાજિકગુંડા તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ.ટીમ દ્વારા કુલ ા. ૬,૭૦,૦૦૦નો વીજદંડ કરવામાં આવેલ છે. તેમજ ત્રણેય વીજકનેકશન કટ કરવામાં આવેલ છે.
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારા, પી.આર. રાઠોડ, બગવદર પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. કચેરી બગવદરના અધિકારી તથા કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે.
કુતિયાણા પોલીસની કામગીરી
કુતિયાણામાં સુરજીત મહેડુ નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવાવ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન. ઠાકરીયા તથા કુતિયાણા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ. તથા રેવન્યુ વિભાગના સ્ટાફને સાથે રાખી લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્ત્વો ઉપર ચેકીંગની કામગીરી હાથ ધરી નીચે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કુલ પાંચ અસામાજિક ગુંડા તત્ત્વોને ત્યાં ચેકીંગ દરમ્યાન કુલ એક અસામાજિક ગુંડા તત્ત્વને ત્યાં ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા કુલ ા. ૬૦,૦૦૦નો વીજ દંડ કરવામાં આવેલ છે તેમજ એક વીજ કનેકશન કટ કરવામાં આવેલ છે. કુલ પાંચ અસામાજિક ગુંડા તત્ત્વોએ ગેરકાયદેસર બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે કે કેમ? તેની ખરાઇ કરી કાર્યવાહી કરવા માટે લગત કચેરીને રીપોર્ટ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન. ઠાકરીયા તથા કુતિયાણા પોલીસસ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. કુતિયાણા, બાટવા, રાણાકંડોરણા સ્ટાફ ટીમ વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech