ભારતના ગામડાઓમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં સામે આવ્યું છે કે પહેલીવાર ગરીબીનો રેશિયો 5 ટકાથી નીચે ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023માં ગરીબીનું પ્રમાણ 7.2 ટકા હતું, તે હવે ઘટીને 4.86 ટકા થઈ ગયું છે. શહેરી વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ગરીબીનું પ્રમાણ 4.6 ટકાથી ઘટીને 4.09 ટકા થયું છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ ઘટવાને કારણે વપરાશમાં વધારો થયો છે. એસબીઆઈનો આ રિપોર્ટ હાઉસહોલ્ડ ક્ધઝમ્પશન સર્વેના પરિણામો પર આધારિત છે. એવું જાણવા મળ્યું કે જેમ જેમ ભૌતિક માળખાકીય સુવિધાઓ વધી રહી છે તેમ તેમ ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. જેના કારણે બંને જગ્યાએ આવકનો તફાવત પણ ઘટી રહ્યો છે. શહેરો અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનું બીજું કારણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી સરકારી યોજનાઓ છે.
અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગામડાઓમાં માથાદીઠ માસિક ખર્ચ ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીના બેંક ખાતામાં સીધો પહોંચે છે કે નહીં, ગામમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં જે ઔદ્યોગિક ઉત્પાદન તરફ દોરી જાય છે. વૃદ્ધિ સાથે લોકોની જીવનશૈલી પણ સુધરે છે, સરકારે ખેડૂતોની આવક વધારવા અથવા ગ્રામજનોની આજીવિકા સુધારવા માટે કેવા પ્રકારની પહેલ કરી છે.
એસબીઆઈના આ અહેવાલમાં, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચેની વ્યક્તિઓનો માસિક ખર્ચ રૂ. 1,632 અને શહેરી વિસ્તારો માટે રૂ. 1,944 અંદાજવામાં આવ્યો છે. અગાઉ 2011-12માં આ આંકડો ગામ અને શહેર માટે અનુક્રમે રૂ. 816 અને રૂ. 1000 હતો એટલે કે વપરાશ વધ્યો છે. આ સાથે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગરીબીનો દર હવે 4 ટકાથી 4.5 ટકાની વચ્ચે રહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech