ગઇકાલે બપોર બાદ કોર્પોરેશન અને પોલીસનું સંયુકત ઓપરેશન: તા.26 જાન્યુઆરીના રોજ દરબારગઢ સર્કલ વિસ્તારમાં પ્રજાસતાક પર્વની ઉજવણી થવાની હોય આ સર્કલ ચોખ્ખુ ચણાટ બનાવાશે: રંગમતી નદીના પટ્ટમાં એક લાખ ફુટ જમીન ખુલ્લી કરાઇ
જામનગર શહેરમાં કાયમી ધોરણે બર્ધનચોક અને દરબારગઢ વિસ્તારમાં દબાણની સમસ્યા રહે છે, બે દિવસ પહેલા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને એસપી પ્રેમસુખ ડેલુએ અધિકારીઓ સાથે બંને સ્થળની મુલાકાત લઇને રસ્તો કેવી રીતે પહોળો કરી શકાય અને લોકોને નડતરપ ન થાય તે રીતે મેગા ઓપરેશન કરવા એકશન પ્લાન ઘડયો છે, જેના ભાગપે ગઇકાલથી જ તેનો અમલ શ કરી દેવામાં આવ્યો છે, એસ્ટેટ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને ગઇકાલે 14 રેંકડી અને 4 કેબીનને હટાવી દેવામાં આવી છે, બીજી તરફ ગઇકાલે આખો દિવસ ચાલેલા રંગમતીના પટ્ટમાં ગેરકાયદેસર 12 બાંધકામો દુર કરીને એક લાખ ફુટ જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે.
ગઇકાલે મ્યુ.કમિશ્નરની સુચનાથી એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, નીતીન દિક્ષીત, ડીવાયએસપી જે.એન.ઝાલા, પીઆઇ એન.એ.ચાવડા, સુનીલ ભાનુશાળી સહિતના સ્ટાફે સાથે રહીને બર્ધનચોક અને દરબારગઢ સર્કલની ફરતે થઇ ગયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો દુર કયર્િ હતાં, જેમાં 14 રેંકડીને જપ્ત કરી હતી અને 4 કેબીનો ઉપાડી લેવામાં આવી હતી, એટલું જ નહીં તમામ પથારાવાળાઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતાં.
દરબારગઢ સર્કલમાં આ વખતે તા.26 જાન્યુઆરીના રોજ કોર્પોરેશન દ્વારા મેયરના હસ્તે ઘ્વજવંદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને ઘ્યાનમાં લઇને આ વિસ્તારમાં રહેલા તમામ ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા નિધર્રિ કરવામાં આવ્યો છે જેના ભાગપે ગઇકાલે આ કાર્યવાહી કરી હતી. ગઇકાલે કોર્પોરેશનના એક અધિકારી અને એક વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, ત્યારબાદ પોલીસે દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડયો હતો. આજથી બર્ધનચોક અને દરબારગઢ વિસ્તારમાં સતત દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં અન્ય સ્થળોએ પણ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા હવે કોર્પોરેશને નકકી કર્યુ છે ત્યારે ગઇકાલે મળેલી સ્ટે.કમિટીમાં પણ સાધનાકોલોની, રણજીતનગર, પંચવટી, ગાંધીનગર, પ્રદર્શન મેદાન સહિતના સ્થળોએ ભરાતી ગુજરી બજાર હવે એક જ સ્થળે સ્મશાન પાસે નદીના પટ્ટમાં મંજુરી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે જામનગરમાં હવે એક જ ગુજરીબજાર ચાલું રહેશે, હજુ કેટલાક વિસ્તારોમાં ફુટપાથો ઉપર પણ વેપારીઓ દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું છે, ખાનગી બસો અનેક સ્થળોએ પાર્કિંગ કરીને ઉભી રહે છે, આ તમામ મુદાઓને પણ હવે ઘ્યાનમાં લેવામાં આવે તેવી પુરી શકયતા છે. આમ હવે શહેરને સ્વચ્છ બનાવવા કોર્પોરેશને કદમ ઉઠાવ્યું છે, મ્યુ.કમિશ્નરે સીટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટના નિતીન દીક્ષીતને કેટલીક જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે તેનો અમલ પણ ગઇકાલથી શ કરી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMરાજકોટ નજીક પડવલા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ટેન્કરે પલટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહીં
February 24, 2025 11:37 AMમહા કુંભમાંથી પરત ફરી રહેલા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં હાર્ટ એટેકથી મોત
February 24, 2025 11:37 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech