પોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે

  • April 02, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે છે ત્યારે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના કમિશ્ર્નરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
 બાંધકામ અને તેમને લગતા વ્યવસાયની સાથે જોડાયેલ લોકોને સાથે લઈ મ્યુનિસિપલ કમિશ્ર્નરને  મહાપાલિકા થયા બાદ મિલ્કત ટ્રાન્સફર ફી અને વેરાઓની વિસંગતાઓ અંગે આવેદનપત્ર પાઠવામાં આવ્યુ હતુ.ગુજરાત રાજ્યના રાજકોટ  અને અમદાવાદ શહેરની સાપેક્ષમાં પોરબંદર મહાનગરપાલિકા વધુ પૈસા ઉઘરાવે છે,તેવું અમિતભાઈ ખોડા અને રાજુ ઓડેદરાએ જણાવ્યુ હતુ. મિલકત ટ્રાન્સફર બાબતે રાજકોટમાં ‚.૫૦૦ અને અમદાવાદમાં ૦.૦૧% વસુલવામાં આવે છે,જ્યારે પોરબંદર રહેણાક ૦.૫% અને કોમર્શિયલ માટે ૧% છે જે અમદાવાદ રાજકોટ કરતા પણ ખુબ વધારે છે.સાથે જ બિનખેતી અને પરવાનગીઓ કામ પણ ઠપ્પ થયેલ હોય જેના બિલ્ડરો, બિલ્ડીંગ મટીરીયલના વિક્રેતા, બાંધકામના મજુરો અને બ્રોકરો બધાનું કામકાજ અટકી પડેલું હોય જેની  અસર સ્વ‚પે મંદી આવે છે.બ્રોકરો અને કોંગ્રેસ આગેવાનોએ મળીને મ્યુનિસિપલ કમિશ્ર્નરને જણાવ્યુ હતુ કે,અઘરા નિર્ણયો હાલ હળવા કરો અને પ્રજાને વધુ પડતું ભારણ ન આપો અને લીધેલ નિર્ણયો પર ફેર વિચારણા કરો તેવી વિનંતી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application