પોરબંદર જિલ્લા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ લેવા ઈચ્છતા ખેલાડીઓ માટે હાઈટ હન્ટ કસોટીનું તા. ૯.૯.૨૦૨૪ થી તા. ૧૧.૯.૨૦૨૪ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત પોરબંદર જિલ્લા સ્પોર્ટસ સ્કુલમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રવેશ લેવા ઈચ્છતા ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત પ્રવેશ માટે પોરબંદર જિલ્લા કક્ષા હાઈટ હન્ટ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. હાઈટના આધારે અંડર-૧પ વયજુથના ખેલાડી એટલે કે તા. ૧.૧.૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે આ પોરબંદર જિલ્લાકક્ષા પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.આ હાઈટ હન્ટ કસોટીમાં માપદંડ પ્રમાણે ૧ર વર્ષની ઉંમરના ભાઈઓની ઉંચાઈ ૧૬૬ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઉંચાઈ ૧૬૧ સે.મી. થી વધુ, ૧૩ વર્ષના ભાઈઓની ઉંચાઈ ૧૭૧ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઉંચાઈ ૧૬૪ સેન્ટિમીટરથી વધુ, ૧૪ વર્ષના ભાઈઓની ઉંચાઈ ૧૭૭ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઉંચાઈ ૧૬૯ સેન્ટિમીટરથી વધુ તથા ૧પ વર્ષના ભાઈઓની ઉંચાઈ ૧૮ર સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ૧૭૧ સે.મી. થી વધુ મુજબ વય અને ઉંચાઈની મર્યાદા મુજબ પસંદગી થશે.
આથી પ્રવેશ મેળવવા ઈચ્છુક ભાઈ-બહેનોને તા. ૯.૯.૨૦૨૪ થી તા. ૧૧.૯.૨૦૨૪ દરમિયાન કોઈપણ દિવસે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાંદીપનિ મંદિર સામે, રાંઘાવાવ ખાતે સવારે ૯ થી ૧ર દરમિયાન હાજર રહેવા જણાવવામાં આવ્યું છે અને ત્યાં ક્ધવીનર મશભાઈ રબારી મો.નં. ૯૭૨૪૮ ૬૮૨૫૭ નો સંપર્ક કરવાનો રહેશે.
આ હાઈટ હન્ટ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડનો પુરાવો (મુળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) સાથે રાખવાનો રહેશે. આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો તેમ પોરબંદર જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech