રાજકોટ–જામનગર રોડ પર બાઘી ગામના પાટિયા પાસે પાશ્વનાથ ટ્રાવેલ્સ નામની બસમાં પાર્સલની આડમાં આવેલો ઈંગ્લીશ દાની સપ્લાય સમયે જ પડધરી પોલીસ ત્રાટકતા ઈંગ્લીશ દાની ૩૨૪ બોટલ સાથે બસના કલીનર, અને દા લેવા આવેલા ત્રણ શખસોને ઝડપી લઇ બસ, બે કાર, મોબાઈલ અનેરોકડ મળી કુલ રૂા.૧૩,૮૧,૧૪૩નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાજકોટ–જામનગર હાઇવે પર બાઘી ગામના પાટિયા પાસે એમપી–૪૪–ઝેડઈ–૦૭૭૭ નંબરની પાશ્વનાથ ટ્રાવેલ્સ નામની લકઝરી તથા જીજે–૧૦–સીજી–૯૯૪૫ નંબરની ફિગો કાર, જીજે–૦૧–એચકે–૨૬૩૬ નંબરની સેન્ટ્રોકારમાં બસમાંથી પાર્સલ મુકવામાં આવી રહ્યા હતા, પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતા ત્રણેય વાહનોને પોલીસે કોર્ડન કરતા બસનો ચાલક નાસી છૂટો હતો. પોલીસે બસની ડિક્કીમાં રાખવામાં આવેલા પાર્સલની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દાની બોટલો મળી આવી હતી. બાદમાં બંને કારમાં મુકવામાં આવેલા બોકસને ખોલીને જોતા તેમાંથી પણ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા બસની ડીક્કીમાંથી પાર્સલની હેરફેર કરતા શખ્સની પૂછપરછ કરતા પોતે બસનો કિલનર હોવાનું અને શ્રવણ ભગા મોઈડા (રબારી) (રહે–રબારીઓની ઢાણી, સાયોના, રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. જયારે ફિગો કાર પાસે ઉભેલા બંને વ્યકિતઓના નામ પૂછતાં પોતાના નામ પ્રકાશ સુરેશભાઈ રાઠોડ (રહે–આંબેડકરનગર, ૧૫૦ ફટ રિંગ રોડ) તેની સાથેના શખસે પોતાનું નામ હિતેશ કિશોરભાઈ પરમાર (રહે–આંબેડકરનગર શેરી નં–૧૧, ૧૫૦ ફટ રિંગ રોડ) જયારે સેન્ટ્રો કારમાં સવાર શખ્સની પુછપરછ કરતા પોતાના નામ રોહિત કેશવભાઈ રાઠોડ (રહે–આંબેડકરનગર શેરી નં–૩) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દાનો જથ્થો, ચાર મોબાઈલ, બસ અને બંને કાર મળી કુલ . ૧૩,૮૧,૧૪૩નો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સોને પડધરી પોલીસ મથકે લાવી ગુનો નોંધી નાસી ગયેલા બસના ડ્રાઈવર અંગેની પુછપરછ કરતા તેનું નામ કેલુરામ ગુર્જર હોવાનું ખુલ્યું હતું. પોલીસની વધુ પુછપરછમાં દાનો જથો ડ્રાઈવર કેલુરામ ગુર્જર પ્રકાશ રાઠોડ, હિતેશ પરમાર અને રોહિત રાઠોડને આપવા માટે એમપીથી લાવ્યો હતો. અને ત્રણેય શખ્સો કાર લઈને બસમાં આવેલો દા લેવા માટે આવ્યા હતા. પોલીસે બસ ચાલકની શોધખોળ શ કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech