રાજકોટ શહેર પોલીસ દ્વારા ગઈકાલે 756 આરોપીઓનું લીસ્ટ જાહેર કરાયા બાદ પોલીસે આ સામાજિક તત્વો હાલમાં કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગુનાખોરી આચરી રહ્યા છે કે કેમ? તે માટે શહેર પોલીસ દ્વારા ગઈકાલે સમી સાંજના ચાર કલાક સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયેલા આ કોમ્બિંગ દરમિયાન ટપોરી, મારામારી, દારૂ,માદક પદાર્થની હેરફેરમાં સામેલ સહિતના ગુનામાં સંડોવાયેલા તથા પાસા, તડીપાર સહિતના મળી 500 આરોપીઓને ચેક કર્યા હતા. શહેર પોલીસના આ બદલાયેલા તેવરથી ગુનાખોરી આરચનાર ગુનેગારો ભોં ભીતર થઇ ગયા છે.
પોલીસે કોમ્બિંગ નાઈટ દરમિયાન વાહન ચેકિંગમાં 86 કારમાંથી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દારૂ પી વાહન ચલાવતા 26 શખ્સોને ઝડપી લીધા હતા તેમજ છરી સહિતના હથિયાર સાથે રાખનાર ૩૦ શખસો ઝપટે ચડયા હતાં. આ ઉપરાંત દેશી દારૂ વિદેશી દારૂ અને નશો કરવા સહિતના કુલ 23 કેસ કર્યા હતા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 257 વાહન ચેક કરી 12 વાહન ડીટેઇન કર્યા હતા.
શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને સુદ્રઢ બનાવવા અને શહેરમાં ગનાખોરીને અંકુશમાં લાવવા પોલીસ કમિશનર બ્રેજેશ કુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયાની સુચના હેઠળ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજજસિંહ પરમાર,ડીસીપી ઝોન-૨ જગદીશ ભાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ શહેરભરની પોલીસ દ્વારા ગઇકાલે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બીગ કરવામાં આવ્યું હતું.
જેમાં ડીસીપી ઝોન્-૨ જગદીશ બાંગરવાની હાજરીમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સી.એચ. જાદવ તથા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે શહેરના રૈયાધાર વિસ્તારમાં ફ્લેગ માર્ચ સાથે અલગ અલગ નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ કર્યું હતું. ચાર કલાકના કોમ્બીંગ દરમિયાન પોલીસે લિસ્ટેડ આરોપીઓ સામે અટકાયતી પગલા લીધા હતા. એટલું જ નહીં અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ચેક કરી હાલ તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે અંગેની તપાસ પણ કરી હતી.
પોલીસની આ કોમ્બીંગ નાઈટ દરમિયાન મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા 264 માદક પદાર્થની હેરફેરની ગુનામાં સંડોવાયેલા 34, તથા 51 ટપોરીઓ, નાસ્તા ફરતા 10 અને તડીપાર કરાયેલા 22 તથા અગાઉ હથિયારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 14 ઉપરાંત જેલની હવા ખાઈ ચૂકેલા 24 આરોપીઓ સહિત કુલ ૪૯૬ આરોપીઓને પોલીસે ચેક કર્યા હતા.પોલીસે આરોપીઓને શાનમાં સમજી જવા માટે કડક તાકીદ કરી હતી.
શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ફલેગમાર્ચ, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતા કાયદાનો ભંગ કરનાર શખસોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે જ કોમ્બિંગ નાઈટ યોજાતી રહેશે અને ગુનાખોરી આચરનાર તત્વ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વાહન ચેકિંગમાં ૨૬ પીધેલા, ૩૦ છરી સાથે ઝડપાયા, 86 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવાઇ
પોલીસ દ્વારા ગઈકાલે સઘન વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કુલ 257 વાહન ચેક કર્યા હતા જેમાં 26 વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાયા તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસે છરી, તલવાર, ફરસી સહિતના હથિયારો સાથે રાખી ફરતા 30 શખસોને ઝડપી લઇ તેમની સામે પણ ગુનો નોંધ્યો હતો. જ્યારે દારૂ પી નીકળવા અને દારૂનો જથ્થો રાખવા અંગેના 23 કેસ કર્યા હતા. જુગારના ત્રણ કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે કાળા કલરની કાર લઇ નીકળેલા વાહન ચાલકોને અટકાવી 86 કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી હતી. જરૂરી કાગળ ન હોય તેવા બાર વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.
દૂધસાગર રોડ પર ગુજસીટોકના આરોપી લાલાને ત્યાં ચેકિંગ: વીજ ચોરીનો કેસ
રાજકોટમાં સૌપ્રથમ ગુજીસીટોક દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે લાલા અને તેની ટોળકી સામે થઈ હતી. ત્યારે શહેર પોલીસ દ્વારા હાલ નામચીન ગુનેગારોને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસીપી બી.વી.જાદવ, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી. વાઘેલા, પી.એસ.આઇ.એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન અહીં તેના ઘરે વીજ મીટર જ ન હોવાનું અને જીઈબીના તારમાં ચોરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે પીજીવીસીએલની સાથે સંકલન કરી દંડ ફટકારી આ શખસ સામે વીજ ચોરી અંગેનો કેસ કરવા કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ચુનારાવડમાં નામચીન બુટલેગર રમા નાગજીભાઈ પરમાર તથા અન્ય બુટલેગર અને ત્યાં પણ ચેકિંગ કર્યું હતું. જેમાં પાંચ વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોતાની શરતે ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીને હવે કમાણીના ફાંફાં
April 03, 2025 12:21 PM‘છોટીકાશી’ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં રવિવારે ૪૪મી ભવ્ય રામસવારીનું આયોજન
April 03, 2025 12:20 PMસ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે વાપસી કરશે
April 03, 2025 12:18 PMનુસરત ભરૂચાની હોરર ફિલ્મ 'છોરી 2'નું 11મીએ પ્રીમિયર
April 03, 2025 12:13 PM'કેસરી 2' 7 કરોડથી ઓપનીંગ કરે તેવી શક્યતા
April 03, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech