પોરબંદર અને વિસાવાડામાં ગુમ થયેલ મોબાઇલ પોલીસે શોધી આપ્યા હતા.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા અંગેની ખાસ સૂચના આપેલ જે અંગે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકેની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારને બમાં સોંપવામાં આવેલ છે.ગુમ થયેલ મોબાઇલ અરજદાર દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ અરજી અનવ્યે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી.ઇ.આઇ.આર. પોર્ટલ દ્વારા તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી અરજદાર જિજ્ઞેશભાઇ રામજીભાઇ મચ્છવારાનો વીવો કંપનીનો મોબાઇલફોન જેની કિ. ૧૨,૫૦૦નો શોધી કાઢી અરજદરને પરત સોંપેલ.આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.ડી. સાળુંકે, પી.એસ.આઇ. એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. બી.ડી. વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એન. બંધિયાનાઓ રોકાયેલા હતા.
વિસાવાડામાં મોબાઇલ પરત કર્યો
મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ મીયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારને બમાં સોંપવામાં આવેલ છે.અરજદાર દ્વારા મોબાઇલ ગુમ થયાની અરજી મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં આપતા, જે અન્વયે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી.ઇ.આઇ.આર. પોર્ટલ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી અરજદાર હીરાભાઇ કારાભાઇ કોડીયાતર ઉ.વ. ૪૦ રહે. વિસાવાડા ગામ પોરબંદરવાળાને ટેકનો કંપનીનો ા. ૯૫૦૦ની કિંમતનો મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત સોંપેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળા, આર્મ પો.હેડ કોન્સ્ટેબલ સવદાસભાઇ ખીમાભાઇ બાપોદરા, આર્મ પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ મનુભાઇ ઝણકાટ તથા આશીષ નેભાભાઇ બાપોદરા, મીયાણી મરીન પોલીસ સ્ટેશનનાઓ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech