દ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ

  • May 14, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગેશ્ર્વરના શખ્સની અટક કરી લાજપોર જેલમાં ધકેલવા તજવીજ

દ્વારકા એલસીબી દ્વારા અસામાજીક પ્રવૃતી કરનાર શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમ્યાન નાગેશ્ર્વરના એક શખ્સની પાસા હેઠળ વોરન્ટની બજવણી કરીને લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવી છે. 

દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માથાભારે ઇસમો તેમજ દા‚ જજુગારના બુટલેગરો વિરુઘ્ધ કડક પગાલઓ લેવા કરેલ સુચના અનુસાર એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની રાહબરી હેઠળ પીએસઆઇ દેવમુરારી દ્વારા રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્ર્વર, પેટ્રોલ પંપની પાછળ, વાડી વિસ્તાર તા. દ્વારકા વાળાને ગુનાહીત ઇતિહાસ અંગેની સંપુર્ણ માહિતી એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી વિધીવત રીતે દરખાસ્ત મોકલી આપવામાં આવેલ.

જે આધારે દ્વારકા જીલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ ત્વરીત નિર્ણય લઇ ઇસમની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરન્ટ ઇશ્યુ કરતા વોરન્ટની બજવણી કરી આરોપીને લાજપોર મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.



ભાણવડમાં પાકિસ્તાન તરફી ટીપ્પણી કરનાર બે શખ્સ સામે ગુનો

ભેનકવડના વેપારીને ધમકી દીધી : મોબાઇલના આધારે સધન તપાસ

ભાણવડના ભેનકવડ ગામમાં પાકિસ્તાન તરફી ટીપ્પણી કરી એક વેપારીને ધમકી દેવા સબંધે બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે અને મોબાઇલના આધારે તપાસ લંબાવવમાં આવી છે.

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તેમજ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા હાલમાં ચાલી રહેલ ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવની પરીસ્થીતીને ઘ્યાનમાં રાખી તકેદારી રાખવા અને કોઇ કમો વચ્ચે વર્ગ વિગ્રહ ના ફેલાય જાહેર શાંતી જળવાય તે માટે પુરતી તકેદારી રાખવા સુચના કરેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીએ આ બાબતેની કામગી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ભાણવડ પીઆઇ કે.બી. રાજવીએ સર્વેલન્સ અધિકારીઓને સતત તકેદારી રાખવા સુચના કરી હતી.

દરમ્યાન ફરીયાદી મુકેશભાઇ રણમલભાઇ ખીંટ રહે. મુળ ભેનકવડ તા. ભાણવડવાળા ગત તા. ૯-૫ના રોજ ભાણવડ ટાઉનમાં રાણજીતપરા વિસ્તારમાં આવેલ શિવ સેલ્સ એજન્સી નામની દુકાનમાં પોતાના મોબાઇલ ફોનમાં રિલ્સ જોતા હતા તેમા ભારત-પાકિસ્તાનના યુઘ્ધના વિડીયો આવેલ તે વખતે સદરહુ દુકાનમાં કામ કરતા આ કામના આરોપી નુરમામદ ઉમરભાઇ હિંગોરા રહે. ભાણવડ મુળ ભેનકવડવાળા ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદીને ઉગ્ર બોલાચાલી કરી પાકિસ્તાન વિરુઘ્ધ કઇ બોલવુ નહી તેમ બોલાચાલી કર્યા બાદ તા. ૧૨ના રોજ આ કામના આરોપી હુશેનભાઇ સુમારભાઇ હિંગોરા રહે. ભાણવડ મુળ રહે. ભેનકવડવાળાએ ફરીયાદીને તેના મોબાઇલ નંબર પર ફોન કરી ઉપરોકત બનાવ સબંધે આરોપી નુરમામદના પક્ષમાં સમર્થ કરી ફોનમા ઉશ્કેરણીજનક વાતચીત કરી અપશબ્દો કહી અને ભાણવડ ટાઉનમાં રણજીતપરા વિસ્તારમાં આવેલ સુર્યવંશી પાનની દુકાને બોલાવી બંને આરોપીઓએ આ કામના ફરીયાદીને પાકિસ્તા વિશે કાઇ બોલીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બોલાચાલી કરી હતી.

દરમ્યાન ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તકેદારી પેટ્રોલીંગમાં હતા જેી બનાવવાળી જગ્યાએ આ કામના આરોપીઓને તાત્કાલીક પોલીસ સ્ટેશન લઇ આવી ફરીયાદી મુકેશભાઇ રણમલભાઇ ખીંટ રહે. મુળ ભેનકવવડની ઉપરોકત બંને આરોપીઓ વિરુઘ્ધ ફરીયાદ લઇ તાત્કાલીક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓના મોબાઇલ ચેક કરતા તેઓ પાકિસ્તાના ઘણા ઇસમો સાથે અલગ અલગ સોશ્યલ મીડીયા એપ્લીકેશન જેવી કે વોટસઅપ ફેસબુકથી સંપર્કમાં હોવાનુ જણાયેલ છે જે દિશામાં સધન તપાસ હાલ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application