રાજકોટમાં વધુ એક હથિયાર સાથે ફરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાસે પોલીસે યુવકને રિવોલ્વર અને 6 કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો છે. આ રિવોલ્વર યુવકના પિતાની જ નીકળી હતી. તેમના પિતા પાસે લાયસન્સવાળી રિવોલ્વર હોય પોતે સીન સપાટા નાખવા માટે સાથે રાખી ફરતો હતો.
યુવકના પિતા પણ કાર્યવાહી કરાશે
પ્રાપ્ત વિગત મુજબ, અવિનાશ ધીરૂભાઈ ખોરાણી નામનો યુવક તેમના જ પિતાનું લાયન્સવાળું હથિયાર લઈને શહેરમાં આંટાફેરા કરતો હતો. આજે પોલીસે તેને જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી ઝડપી લીધો હતો અને તેમની પાસેથી રિવોલ્વર અને 6 કાર્ટિસ કબ્જે કર્યા છે. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ગુનો નોંધાયો છે. તેમજ યુવકના પિતા ધીરૂભાઈ ખોરાણી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કેટલાક વિસ્તારોમાં ઠેર ઠેર વીજચેકીંગ
February 25, 2025 12:29 PMજામનગરમાં તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ: સવારે ફુલગુલાબી ઠંડી યથાવત
February 25, 2025 12:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech