ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એસ.બી.આઇ. બેન્ક નજીક દહાડે યુવાન પાસેથી ૭૫ લાખની લૂંટ કરી ત્રણ શખ્સો નાસી છૂટાની ઘટનાના પગલે શહેર ભરમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલાએ દોડી જઈ લૂંટ ચલાવી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા યુવાને બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રોથી પ્રા વિગતો મુજબ મૂળ પાલીતાણાના નવાપરા ચોક, લમીનારાયણ મંદિર પાછળ અને હાલ ભાવનગર શહેરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને માર્કેટયાર્ડમાં મીના એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા ગુલામ અબ્બાસ રાજાણી(ઉ. વ. ૪૦)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે બપોરે પોતાની પેઢીમાં કામ કરતા મહંમદઅલી સાદિકઅલી લાખાણી(રે. શિશુવિહાર સર્કલ નજીક) ના એકિટવા પર બેસી ચિત્રા જીઆઈડીસી નજીકની એસબીઆઈ બેન્કમાંથી રોકડા પિયા ૬૫ લાખ ઉપાડી વોરાબજાર સ્થિત આંગડિયા પેઢીઓમાં ચુકવણું કરી ચિત્રા વિસ્તારના એક ઢાબા પર જમીને ફરીથી એસબીઆઈ બેન્કમાં ગયા હતા. એસબીઆઈ બેન્કમાં પોતાની પેઢીના કરટં ખાતામાંથી રોકડા પિયા ૭૫લાખ ઉપાડી થેલામાં મૂકી થેલો એકિટવાના આગળના ભાગે રાખી નીકળ્યા હતા. ત્યારે ચિત્રામાં આવેલા એક પાર્ટી પ્લોટ નજીક એકસેસ સ્કૂટર અને એક બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ એકિટવાને એટકાવી ત્રણ પૈકી એકે છરી કાઢી પોતાને પિયા સાથેનો થેલો આપી દેવા અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપતા એકિટવા સ્કૂટરમાં રહેલ પિયા ૭૫ લાખ સાથેના થેલાની લૂંટ ચલાવી નાસી છૂટા હતા. ગુલામ અબ્બાસ યાકુબઅલી રાજાણીની ફરિયાદ નોંધી બોરતળાવ પોલીસ મથકના પીઆઈ નિર્મળસિંહ ડાભીએ લૂંટ ચલાવી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech