રાજકોટ સહિત રાજ્યભરમાં કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ અમલમાં આવ્યો તેમાં હોરીઝેન્ટલના સ્થાને વર્ટિકલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ પ્રોત્સાહક જોગવાઇઓ અમલી બનાવાઇ છે પરંતુ વર્ટિકલ ડેવલપમેન્ટમાં અનેક પડકારો અને સમસ્યાઓ પણ છે જે હવે સામે આવી રહ્યા છે. બિલ્ડર લોબી વર્ટિકલ ડેવલપમેન્ટને આવકારે છે પરંતુ સ્થાનિક ઓથોરિટી પાસે તેને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી જેના પરિણામ સ્વરૂપે નવીન પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે જેમાં
રાજકોટ શહેરના હાઇરાઇઝ બિલ્ડીંગમાં ટેનામેન્ટ્સની ઓછું પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો છેલ્લા ઘણાં સમયથી મળી રહી હોય હવે હાઇરાઇઝ બિલ્ડીંગમાં વધુ અર્થાત ઘર દીઠ ટેનામેન્ટ જેટલું જ પાણી મળી રહે તે માટે પ્લાનિંગ હાથ ધરાયું હોવાનું મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદાજી ૫.૬૦ લાખ મિલ્કતોમાં દરરોજ ૨૦ મીનીટ પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેનામેન્ટને અડધા ઇંચની લાઈનનું કનેક્શન આપવાનો નિયમ છે તેવી જ રીતે ટેનામેન્ટમાં મોટો પરિવાર હોય તો ડબલ કનેક્શન મળવા પાત્ર છે. પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં કે એક બિલ્ડીંગમાં ૪૦ ફ્લેટ હોય તો તેઓને ૪૦ ટેનામેન્ટ મુજબનું કનેક્શન આપવાના બદલે સંપ કનેક્શન મારફત ઓછુ પાણી આપવામાં આવી રહ્યું છે. જેની સામે પાણી વેરો વધારે વસુલવામાં આવે છે. જેનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે.
વિશેષમાં મહાપાલિકાના વોટરવર્કસ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હવે હાઈરાઈઝ બિલ્ડીંગને જરૂરિયાત મુંજબ વધારાનું પાણી મળી શકશે અને તે મુજબનું નવુ કનેક્શન આપવામાં આવશે. પરંતુ આ કનેક્શન માટે પાણી વેરો પણ વધારે ચુકવવો પડશે.
શહેરમાં ટેનામેન્ટની સામે હાઈરાઇઝ બિલ્ડીંગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જમીનોના ભાવ આસમાને પહોંચતા હવે ટેનામનેન્ટ બનાવવા પરવડે તેમ ન હોય બિલ્ડરો દ્વારા હાઈરાઈઝ બિલ્ડીંગો વધુને વધુ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ બિલ્ડીંગોમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આજ સુધી આવ્યો નથી. વર્ષો પહેલા શહેરમાં આટલી મોટી માત્રામાં હાઇરાઇઝ બિલ્ડીંગ ન હતી ત્યારે ટેનામેન્ટને અડધાની લાઈનનું નળ કનેક્શન આપવાનો નિયમ અમલમાં મુક્યો હતો. જે આજ સુધી યથાવત સ્વરૂપે અમલી છે.
ઉદાહરણ તરીકે એક સોસાયટીમાં ૪૦ ટેનામેન્ટ હોય તો તમામને અડધાનું કનેક્શન આપ્યા બાદ દરરોજ ૨૦ મીનીટ પાણી અપાય છે. જે વ્યક્તિદિઠ ૫૦૦ લિટર અપાતુ હોવાના ગાણા વોટરવર્કસ ગાઈ રહ્યું છે. પરંતુ એટલુ પાણી તમામને મળતુ નથી. છતાં ટેનામેન્ટનું જરૂરિયાત મુજબનું પાણી મળી રહે છે. જેની સામે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં એક વીંગમાં ૪૦ ફ્લેટ હોય ત્યારે તેઓને સંપ કનેક્શનના નિયમ હેઠળ અઢી અથવા ત્રણ ઇંચની લાઈનનું કનેક્શન આપી દેવાય છે. અને ટેનામેન્ટ કરતા વધારે પાણી ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. આથી હાઈરાઈઝ બિલ્ડાીંગોમાં વસવાટ કરતા લોકો દ્વારા ઓછુ પાણી મળવાથી દર વર્ષે ઉનાળા દરમિયાન વેચાતુ પાણી લેવાની ફરજ પડી રહી છે અને આ મુદ્દે બિલ્ડરો કશુ બોલતા નથી પરંતુ વિવિધ હાઇરાઇઝ બિલ્ડીંગના એસોસીએશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે. જે અંગે તંત્ર દ્વારા હવે ફેર વિચારણા હાથ ધરવામાં આવી છે.
કોઇ એક સોસાયટીમાં ટેનામેન્ટ હોય અને તમામને અડધાની લાઈનનુુ કનેક્શન અપાય છે તો એક વીંગમાં ૪૦ ફ્લેટ હોય તેને સંપ કનેક્શનની વ્યાખ્યામાં ૨૦ની લાઈનનું કનેક્શન મળવું જોઈએ તેની સામે ફક્ત અઢી અને ત્રણ ની લાઈનમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેના લીધે ટેનામેન્ટ કરતા એપાર્ટમેન્ટના લોકોને અંદાજે ૬૦ ટકા ઓછુ પાણી મળી રહ્યું છે. છતાં તંત્ર પાણીવેરો પુરેપુરો ઉઘરાવે છે. આ અન્યાય વર્ષોથી ચાલ્યો આવતો હોય હવે ટેનામેન્ટની સંખ્યા વધવા લાગતા વિરોધ પણ વધવા લાગ્યો છે. આથી તંત્ર દ્વારા હવે એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોની જરૂરિયાત મુજબ હાલમાં અપાયેલ સંપ કનેક્શનમાં વધારો થઈ શકે તેવો નિયમ અમલમાં મુકવાની તૈયારીઓ આરંભી છે. જેની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને એસોસીએશન દ્વારા અરજી કર્યા બાદ સ્થળ તપાસના અંતે વધારાનું નળ કનેક્શન મળશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech