ખંભાળિયામાં પીધેલી હાલતમાં કારચાલક ઝડપાયો
ખંભાળિયામાં શિરેશ્વર મહાદેવના મંદિર પાસે બેસીને ગત રાત્રે પોણા નવ વાગ્યાના સમયે ગુજરાત ટાઇટન અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં ઓનલાઇન નિહાળી, અને હારજીતનો સટ્ટો ખેલતા દેવદાસ ધીરુભાઈ લુણા (ઉ.વ. 27) ને પોલીસે રૂ. 5,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
અન્ય એક કાર્યવાહીમાં અહીંની વાંઝા દરજીની વાડીની બાજુમાં એક મંદિર પાસે રહેતા રિશિત અરૂણભાઈ ગોકાણીએ તેમની દુકાનના અજવાળે ગુજરાત અને પંજાબ વચ્ચેના મેચ પર હારજીતનો ઓનલાઈન સટ્ટો લગાવી, જુગાર રમતા પોલીસે રૂ. 5,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, અને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયાના ટેલીફોન એક્સચેન્જ પાસેથી પોલીસે ભોગાત ગામના સવા પરબત લુણા (ઉ.વ. 30) ને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 80,000 ની કિંમતની ઈક્કો મોટરકાર ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી કણકોટ રોડ પર સમડી યુવાનના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી ગઈ
April 05, 2025 03:24 PMરેસકોર્સના બાકડે- ગાર્ડનની પાળીએ મોબાઇલ આઇડીથી જુગાર રમતા બે શખસો ઝડપાયા
April 05, 2025 03:21 PMપ્રદ્યુમનનગર પોલીસ ઉપર હુમલા અંગે પકડાયેલા માજીદ ભાણુના જામીન મંજુર
April 05, 2025 03:09 PMકાર્યકરની બેવડી દાવેદારી પછી ડખ્ખે ચડેલું રાજકોટ તાલુકા ભાજપ માળખું જાહેર ન થયું
April 05, 2025 02:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech