વલ્લભીપુરમાં પિતરાઈ ભાઈએ બહેન સાથે અવાર-નવાર શારીરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી

  • May 21, 2025 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના  વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઈ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યા અંગેની ફરિયાદ યુવતિના ભાઈએ તેના જ પિતરાઈ ભાઇ વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પિતરાઈ ભાઈએ બહેન પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યાની ઘટનાથી વલ્લભીપુર પંથકમાં ભારે ચકચાર મચી હતી. વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને બાદમાં બહેનની મરજી વિરૂદ્ધ અવાર-નવાર શારિરીક સંબંધ બાંધી  દુષ્કર્મ આચરતો હતો અને કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. યુવતિ સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધવાથી યુવતીને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. અને તબીબી પરિક્ષણમાં યુવતિને છથી સાત માસનો ગર્ભહોવાનું જણાતા યુવતીએ તમામ હકીકત પરિવારના સભ્યોને કહીં હતી.


સમગ્ર વાત જાણી યુવતિના પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી તો દુષ્કર્મ આચરી યુવતિને ગર્ભવતી બનાવનાર તેનો જ પિતરાઇ ભાઇ નિકળતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે યુવતિના સગા ભાઈએ તેના જ પિતરાઈ ભાઈ વિરૂદ્ધ વલ્લભીપુર  પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application