જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે લોકસભા ચુંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા સજ્જડ વ્યવસ્થા જોવા મળી હતી.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કોંગ્રેસના ટેકેદારો વધુ મતદાન થાય અને પોતાના પક્ષે થાય તેવા પ્રયાસો હાથ ધયર્િ હતા. જોકે સવારના સમયે મતદાન મથકો પર ભીડ જોવા મળી હતી જ્યારે બપોરના સમયે મોટા ભાગે મતદાન મથકો સુમસામ જોવા મળ્યા હતા. જ્યારે સાંજે 4થી 6 વાગ્યે ફરી મતદાન મથકો પર મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લાની ખંભાળીયા 81 વિધાનસભામાં અંદાજિત 56.52 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત 2019ના ચૂંટણીમા 59.19% મતદાન થયું હતું.
જ્યારે દ્વારકા 82 વિધાનસભામાં અંદાજિત 53.46 ટકા મતદાન થયું હતું, દ્વારકા 82માં ગત 2019 ચૂંટણીમાં 56.10% મતદાન થયું હતું. જ્યારે આ વખતે ગત વર્ષની સરખામણીએ સંભવત મતદાન ઓછું રહે તેવું હાલ જણાઈ રહ્યું છે. આમ દ્વારકા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી તો જ્યારે રાજપૂત સમાજની બહુમતી ધરાવતા ઉ.બારા, વ.બારા, આઠમણા બારા, ચુડેશ્વર, સીમાણી કાલાવડ, સોનારડી, ધંધુસર સહિતના ગામોમાં 50%થી 65% જેટલું મતદાન થયું હતું.
આમ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતાં જિલ્લા કલેકટરે તંત્ર તથા મીડિયા કર્મીઓનો આભાર માન્યો હતો. ઇલેક્શન પૂર્ણ થતાં શહેરમાં ગલીઓ ગામના ચોરે એક જ વાત કોણ જીતશે? તેના અનુમાનો શ થયા હોય રાજકીય પંડિતોએ ઉમેદવારોના નામ જોગ ઉચ્ચારણ સાથે જીતના દાવાઓ શ કયર્િ હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ મતદાર મથકો પર સુચા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech