પોરબંદર જીલ્લાના ગ્રામ્યપંથકમાં વરસાદને લીધે ધોવાયેલા રસ્તામાં પેચવર્ક કરી સમથળ બનાવવામાં આવી રહી છે.
પોરબંદરમાં રામવાવ, સીમર,રોજીવાડા તથા અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પેચ વર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન ધોવાયેલા રોડ રસ્તાની મરામત થઇ રહી છે.પોરબંદર જિલ્લામાં પડેલ અતિભારે વરસાદ દરમિયાન એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓનું ધોવાણ થયું હતુ.રોડ રસ્તાઓનું ધોવાણ થયું હોવાના કારણે વાહનચાલકો સહિતના રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો વેઠવી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદે વિરામ લીધો ત્યારથી જ રોડ રસ્તાના કામોની મરામત કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ પંથકમાં એક ગામથી બીજા ગામને જોડતા રોડ રસ્તાઓ ઉપર પડેલ ગાબડામાં મોહરમ નાખી ગાબડા બુરવા અને મોટાભાગના રસ્તાઓને ડામરથી મઢવામાં આવી રહ્યા છે.વરસાદ દરમિયાન ધોવાણ થયેલ માર્ગોની મરામતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.પોરબંદરના રામવાવ, સીમર, રોજીવાડા તથા અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પેચ વર્કનું કામ થઈ રહ્યું છે.જેથી રાહદારીઓને વેઠવી પડતી સમસ્યા માંથી છુટકારો મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech