પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ સારું ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પૂરા થયેલા 7 દિવસમાં કુલ 24 મેડલ ભારતના ખાતામાં આવી ગયા છે. હવે આજે એટલે કે 8માં દિવસે ભારતને 8 મેડલ મળવાની આશા છે. આજે ભારત મેડલ ટેલીમાં 30નો આંકડો પાર કરી શકે છે. અત્યાર સુધીમાં ભારત 24 મેડલ સાથે મેડલ ટેલીમાં 13માં સ્થાને છે. તો ચાલો જાણીએ આજે કઈ રમતમાંથી આપણે મેડલની આશા રાખી શકીએ છીએ.
ભારતના ખાતામાં અત્યાર સુધી 24 મેડલ છે જેમાં 5 ગોલ્ડ, 09 સિલ્વર અને 10 બ્રોન્ઝ સામેલ છે. આજે પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, બ્લાઇન્ડ જુડો અને એથ્લેટિક્સ જેવી કેટલીક રમતોમાંથી મેડલની અપેક્ષા રાખી શકાય છે. કેટલાક ભારતીય એથ્લેટ્સે મેડલ માટે ક્વોલિફાય થવું પડશે અથવા ફાઈનલ મેચ રમવી પડશે. જ્યારે ઘણા ભારતીય એથ્લેટ્સ ફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે.
પેરા પાવરલિફ્ટિંગ પુરુષોની 65 કિગ્રાની ફાઇનલ અશોક મેદાન ખાતે યોજાશે. જેમાંથી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવશે. આ સિવાય અરવિંદ પેરા એથ્લેટિક્સમાં મેન્સ શોટપુટ F35ની ફાઇનલમાં ભાગ લેશે. અરવિંદ પાસેથી પણ ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવશે.
ભારતે ટોક્યો પેરાલિમ્પિકનો તોડ્યો છે રેકોર્ડ
નોંધનીય છે કે છઠ્ઠા દિવસે જ ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડ્યો હતો. છઠ્ઠા દિવસે ભારતે 20 મેડલ જીત્યાં હતા. હવે 7 દિવસ પૂરા થયા બાદ ભારતના ખાતામાં કુલ 24 મેડલ આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વચ્ચે શેરબજાર ૮૦૯ પોઈન્ટ ગગડ્યું
May 20, 2025 03:17 PMવકફ મિલકત રદ થાય તો ધર્મ પાળવાનો અધિકાર છીનવાઈ જાય?: સુપ્રીમ કોર્ટનો સિબ્બલને સવાલ
May 20, 2025 03:14 PMબ્રહ્મોસ-આકાશ મિસાઇલોની બહાદુરીની ગાથા બાળકોને શાળાઓમાં ભણાવાશે
May 20, 2025 03:13 PMટ્રમ્પ નીતિના પગલે યુએસ એચ-1બી વિઝા નોંધણીમાં 25%નો ઘટાડો
May 20, 2025 03:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech