ગુજરાત સમાચાર ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

  • April 19, 2025 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ હરોળના ગુજરાતી અખબાર ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગુરૂ​​​​​​​વારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું શિરછત્ર ગુમાવ્યું હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર તેમજ રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ ટ્વિટ કરી અને ગુજરાત સમાચાર પરિવારના સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગુજરાત સમાચાર સાથે વર્ષો જુના પારિવારિક સંબંધો ધરાવતા પરિમલભાઈ નથવાણીએ સરળ અને હંમેશા ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતા સ્મૃતિબેન શાહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News