પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા સમય ગૃપ દ્વારા ગરમીમાં માનવતાની છાયા આપીને પરમહંસોને બાલ દાઢી કરાવીને સ્નાન કરાવી ભરપેટ ભોજન આપવામાં આવ્યુ હતુ.
જ્યાં સમાજના ધિક્કાર્ય અને ઉપેક્ષિત લોકોને સ્નેહ અને સેવા દ્વારા સન્માન મળે, ત્યાં ઈશ્વરની વાસ્તવિક ઉપસ્થિતિ હોય છે. પોરબંદરના "સમય ગ્રુપ" દ્વારા ફુટપાથ પર રહેતા પરમહંસો (મનોદિવ્યાંગો) માટે કરવામાં આવતી સેવા એ આ જ તત્વનું સજીવ ઉદાહરણ છે.ગરમીના ભીષણ તાપમાં, આ યુવાનોએ પરમહંસોને બાલ-દાઢી, સ્નાન, નવા કપડાં, ભોજન અને દક્ષિણા આપીને માનવતાની એવી ઝાંખી કરાવી, જે સાચા અર્થમાં "પરમેશ્ર્વરની સેવા" સમાન છે.
હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે,ત્યારે ફુટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરાવવાની સાથોસાથ સ્નાન પણ કરાવ્યુ હતુ અને ભોજન કરાવી ડબલ ઠંડક પહોંચાડી હતી તેથી તેમની આ પ્રવૃત્તિને શહેરીજનોએ આવકારી છે.
સમય ગ્રુપની સેવા સરાહનીય છે પરમહંસોને એટીકેટ તૈયાર કરવાથી માંડીને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા,સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્યારે ઉનાળા દરમિયાન ફુટપાથ પર રહેતા મનો દિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી,ફુટપાથ પર રહેતા મનોદિવ્યાંગો પરમહંસોને શોધી શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં અને ચંપલ પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવ્યા ત્યારબાદ તમામને સેવ ટમેટાનું શાક રોટલી સાથે અને ઠંડો કેરીનો રસ મસ્ત ભોજન અને પાણીની બોટલ પીવડાવીને અને દક્ષિણા પણ આપવામાં આવી હતી માનવતાનો સંદેશો આપ્યો હતો.
પોરબંદર શહેરમાં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાલ દાઢી કરી,સ્નાન કરાવી ભોજન કરાવી નવા કપડા અને ચંપલ પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મુકી આવવાનું કામ પણ ગ્રુપના સેવાભાવી યુવાનોએ દ્વારા કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે,સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ખાસ કરીને માનવ સેવા અને મુંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરીયાતમંદ લોકોને જુદા-જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે,ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે.
માનવતા જ જ્યોતિર્મય ધર્મ જયારે સમાજના ઊભેલા વ્યક્તિને સ્નેહ અને સન્માન મળે, ત્યારે સાચો ધર્મ સિદ્ધ થાય છે. ‘સમય ગ્રુપ’ના યુવાનોએ પરમહંસોની સેવા દ્વારા એ સાબિત કર્યું છે કે ઈશ્ર્વરની સૌથી મોટી પુજા એ માનવસેવા જ છે.આવી પહેલો જ્યારે સમાજનો ભાગ બને, ત્યારે જ સર્વે ભવંતુ સુખિન સૌ સુખી થાઓનો આદર્શ સાકાર થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech