પાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે

  • February 24, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પાકિસ્તાન સરકારે એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે દેશમાં મંદિરો અને ગુરુદ્વારાઓના નવીનીકરણ અને સૌંદર્યીકરણ માટે 'માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી) ના વડા સૈયદ અતઉર રહેમાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રહેમાને કહ્યું કે માસ્ટર પ્લાન હેઠળ મંદિરો અને ગુરુદ્વારાઓનું નવીનીકરણ અને સૌંદર્યીકરણ કરવામાં આવશે અને એક અબજ પાકિસ્તાની રૂપિયાના બજેટથી વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે.


સૈયદ અતઉર રહેમાને કહ્યું કે લઘુમતીઓના પૂજા સ્થળોની જાળવણી પાછળ ઘણા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. રહેમાને એમ પણ કહ્યું કે ઈટીપીબીએ આ વર્ષે રૂ. 1 અબજથી વધુની આવક મેળવી છે. આ બેઠકમાં દેશભરના હિન્દુ અને શીખ સમુદાયના સભ્યો તેમજ સરકારી અને બિન-સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી.


બોર્ડ સેક્રેટરી ફરીદ ઇકબાલ જેઓ ઈટીપીબી વિકાસ યોજનામાં સુધારાની જરૂરિયાત વિશે વાત કરી રહ્યા હતા. તેમણે સભ્યોને જણાવ્યું કે વિભાગની આવક વધારવાના ઉદ્દેશ્યથી યોજનામાં ફેરફાર કર્યા પછી ટ્રસ્ટની મિલકતો હવે વિકાસ માટે રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલી જમીનોને વિકાસ માટે આપવાથી વિભાગની આવક અનેકગણી વધશે.


ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડની બેઠકમાં વિવિધ મંદિરો અને ગુરુદ્વારાઓમાં વિકાસ અને નવીનીકરણના કાર્યો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ કરતારપુર કોરિડોરમાં સંચાલન કાર્યો માટે પ્રોજેક્ટ ડિરેક્ટરની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application