જમ્મુ–કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હત્પમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બધં કરી દીધું છે. આ કારણે, ભારતીય વિમાનોને ગલ્ફ દેશો અથવા મધ્ય એશિયા સુધી પહોંચવા માટે લાંબો ચકરાવો લેવો પડે છે. જોકે, એવું નથી કે પાકિસ્તાનના આ નિર્ણયથી માત્ર ભારતને જ નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનને પણ આનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે, કારણ કે આ નિર્ણયથી નાદારીની આરે રહેલા પાકિસ્તાનના ઉડ્ડયન આવકને મોટું નુકસાન થશે.
ભારતથી ઉડતા બોઈંગ ૭૩૭ એરક્રાટને પાકિસ્તાનની ઉપરથી પસાર થવા પર લગભગ ૪૯,૩૦૪ પિયા ઓવરલાઇટ ફી તરીકે ચૂકવવા પડતા હતા. આ ફી મોટા એરક્રાટ માટે વધારે છે. યારે પાકિસ્તાને ૨૦૧૯માં પુલવામા હત્પમલા બાદ એર સ્ટ્રાઈક બાદ એરસ્પેસ બધં કરી દીધી હતી.
ઓવરલાઇટ ફી, લેન્ડિંગ અને પાકિગ જેવી અન્ય ફી ઉમેરીને, પાકિસ્તાન એવિએશન રેગ્યુલેટર સીએએ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને દરરોજ . ૬૪ મિલિયનનું નુકસાન થઈ રહ્યું હતું. હવે, પહલગામ હત્પમલા બાદ એરસ્પેસ બધં થવાને કારણે પાકિસ્તાનને ફરી એવું જ નુકસાન થઈ રહ્યું છે.
ભારત વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને ભારતીય વિમાનો પાસેથી મળતા ઓવરલાઇટ ચાર્જ હવે સમા થઈ ગયા છે, જે ભારતીય એરલાઇન્સ પાકિસ્તાનને તેના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવાના બદલામાં ચૂકવે છે. જોકે, પાકિસ્તાન સરકારના આ મૂર્ખ નિર્ણયની પાકિસ્તાનીઓમાં નિંદા થઈ રહી છે. તેની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech