ચેમ્પિયન્સ ટ્રોફી પછી પાકિસ્તાન હવે બીજી આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન 6 ટીમોના મહિલા આઈસીસી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. આ ટુર્નામેન્ટની તારીખો અને સ્થળ અંગે પીસીબી આઈસીસીના સંપર્કમાં છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે - યજમાન પાકિસ્તાન, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, બાંગ્લાદેશ, થાઇલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ. પીસીબી અનુસાર, ટુર્નામેન્ટની મેચો કરાચી, મુલતાન અને ફૈસલાબાદમાં રમી શકાય છે કારણ કે પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલ 2025ની દસમી સીઝન પણ 11 એપ્રિલથી શરૂ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં યોજાનાર 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે અંતિમ 2 ટીમોની પસંદગી આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025 દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરની છઠ્ઠી આવૃત્તિ હશે. આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડ કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતે યજમાન તરીકે વર્લ્ડ કપની ટિકિટ પહેલાથી જ મેળવી લીધી છે. બાકીની 5 ટીમો આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2022-2025માંથી નક્કી કરવામાં આવી છે. આમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2022-2025 માં છેલ્લી ચાર ટીમો હવે સ્કોટલેન્ડ અને થાઇલેન્ડ સાથે ક્વોલિફાયર રમશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech