પાકિસ્તાન માટે આ મેચ વધુ મહત્વની હશે કારણ કે તેમણે સતત બે હાર બાદ તેને દુનિયાભરમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આજે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ-એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ રમાશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
આ સતત ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનની ટીમ આઈસીસી ક્રિકેટ ઇવેન્ટના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હોય. આ પહેલા પાકિસ્તાનની ટીમ 2023માં ઓડીઆઈ વર્લ્ડ કપ અને 2024માં ટી-20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કરી શકી ન હતી. જ્યારે અન્ય ટીમો આક્રમક વલણ અપનાવી રહી છે, ત્યારે પાકિસ્તાનની ટીમ ભૂતકાળમાં જીવી રહી હોય તેવું લાગે છે. તેના ટોચના ક્રમના બેટ્સમેનો ખૂબ જ ડીફેન્સીવ એપ્રોચ અપનાવી રહ્યા છે. પોતાના બેટ્સમેનોના આ વલણને કારણે, પાકિસ્તાનની ટીમે રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડ સામે ૧૬૧ ડોટ બોલ અને દુબઈમાં ભારત સામે ૧૪૭ ડોટ બોલ રમ્યા.
બેટ્સમેનોના ખોટા શોટની પસંદગી, નબળી ફિલ્ડિંગ અને ખેલાડીઓની ઇજાઓએ પણ પાકિસ્તાનની સમસ્યાઓમાં વધારો કર્યો. તેમના ઓપનર ફખર ઝમાન ઈજાને કારણે બહાર થઈ ગયા હતા અને તેમના સ્થાને ઈમામ-ઉલ-હક કોઈ અસર કરવામાં નિષ્ફળ ગયા હતા. આ પહેલા યુવા બેટ્સમેન સૈમ અયુબ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
પાકિસ્તાનની બેટિંગનો મુખ્ય આધાર બાબર આઝમ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન છે, પરંતુ તે બંને હજુ સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. બાબરે ન્યુઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેણે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી જેના માટે તેની આકરી ટીકા થઈ હતી. બોલિંગમાં, પાકિસ્તાન તેના ઝડપી બોલરો પર આધાર રાખતું હતું પરંતુ તેના ઝડપી બોલરો શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રૌફ નબળા અને બિનઅસરકારક દેખાઈ રહ્યા છે.
ગયા વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશ પણ ભારત અને ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાનની જેમ, બાંગ્લાદેશના બેટ્સમેનોએ પણ અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તેના બેટ્સમેનોમાં, ફક્ત તૌહીદ હૃદયોય, કેપ્ટન નઝમુલ હસન અને ઝકાર અલી જ પ્રભાવ પાડી શક્યા છે. બાંગ્લાદેશની બોલિંગ અને ફિલ્ડિંગ પણ સરેરાશ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech