કોટડાસાંગાણીના પડવલા ગામે ઉદ્યોગની ૧૧૫૦ ચો.મી. પેશ કદમીનું ડિમોલિશન

  • July 08, 2024 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાસાંગાણીના પડવલા ગામે સરકારી જમીનમાં ખડકાયેલ એક કમ્પાઉન્ડ વોલ અને ૨૦ જેટલી લેબર રૂમોને ડિમોલીશન કરવામાં આવ્યું હતું.કોટડાસાંગાણી તાલુકાના પડવલામાં જે જમીનમાં ઉદ્યોગિક વિસ્તારમાં દબાણ કરવામાં આવેલ જે જમીન ૧૧૫૦ ચોરસ મીટર જમીનમાં દબાણ કરવામાં આવેલ જે જમીનની અંદાજિત બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ છે. આ જમીન ઉપર દબાણ કરવામાં આવેલ જે કલેક્ટરના આદેશ કરવામાં આવેલ અને પ્રાંત અધિકારીના માર્ગદર્શની કોટડાસાંગાણીના મામલતદાર જી.બી.જાડેજા અને સર્કલ ઓફિસર મહેતાભાઇ, શાપર વેરાવળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી.જાડેજા અને પોલીસ સ્ટાફ સો રાખીને આ જમીન સરકારી ખરાબાની જમીન સર્વે નંબર ૨૮૧ જુના સર્વે નંબર ૨૨૨ પૈકીની જમીન ઉપર ગેરકાયદેસર ભાવેશભાઈ મણવરએ તેમના માલિકીના કારખાના એન્ટિક પોપ પંપની બાજુમાં એક કમ્પાઉન્ડ વોલ અને આખરે ૨૦ જેટલી લેબર રૂમો ઉભા કરી દેવામાં આવેલ હતા. આશરે ૧૧૫૦ ચોરસ મીટર જમીનમાં ઉદ્યોગિક વિસ્તારમાં દબાણ કરેલ આ જમીનની કિંમત આશરે રૂપિયા એક કરોડની કિંમત વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ. આ જમીન સરકારી ખરાબાની જમીન ખુલ્લ ી કરવામાં આવેલ જેમાં મામલતદાર અને પોલીસ સ્ટાફ સો રાખીને ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવેલ કે દબાણ દૂર કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application